બહેન માટે કરો જાતે જ  ગિફ્ટ પેકિંગ - Sandesh

બહેન માટે કરો જાતે જ  ગિફ્ટ પેકિંગ

 | 1:32 am IST

હવે થોડા દિવસોમાં રક્ષાબંધન આવી રહી છે. બહેન-ભાઇનું માંે મીઠું કરશે અને પ્રેમથી રાખડી બાંધશે. ભાઇ પણ સરસ ગિફ્ટ આપીને બહેનને ખુશ કરશે. પણ જો ભાઇ ગિફ્ટને સરસ મજાનું પેકિંગ કરીને બહેનને આપે તો બહેન પેકિંગ જોઇને જ ખુશ થઇ જશે. પછી ભલે તે નાની અમથી ગિફ્ટ કેમ ના હોય. આ માટે ભાઇને વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. આ માટે જરૂર પડશે એક મોટુ રંગીન કાગળ, રાખડીના રંગીન ગોટા, કાતર, સેલોટેપ. સૌથી પહેલા રંગીન કાગળને ગિફ્ટ પ્રમાણે માપ લઇને કાપો. ત્યારબાદ તેને સેલોટેપની મદદથી ચોટાળો. હવે તેના પર રાખડીના રંગીન રાખડીના ગોટાને તેની વચ્ચેઆવે તે રીતે ક્રોસમાં બાંધતા તૈયાર થઇ જશે તમારું ગિફ્ટ રેપિંગ. જો તમારી પાસે રાખડીનો ગોટો ના હોય તો તમે રંગીન કાગળ લઇને તેની રિબીન પણ બનાવી શકો છો. તેમજ અલગ-અલગ કલરના બટન અથવા કાગળના ફૂલ લઇને પણ તેને ડેકોરેશન કરી શકો છો. તે ઉપરાંત તેના પર તમે બજારમાં મળતા અલગ-અલગ પ્રકારના સ્ટિકર અને કલરિંગ પટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો. મોતીનો ઉપયોગ કરીને પણ સરસ મજાનું ડેકોરેશન કરી શકો છો. તમે અલગ-અલગ કલરની સ્કેચપેનનો ઉપયોગ કરી તેના પર ડ્રોઇંગ પણ કરી શકો છો. તેનું પેકિંગ જોઇને જ તમારી બહેન ખુશ થઇ જશે અને તેના ચહેરા પર એક મોટી સ્માઇલ આવી જશે.