Sensex and nifty closed in red zone after whole day volatility
  • Home
  • Business
  • દિવસભરની વધઘટ બાદ શેરબજાર ગગડીને સેટલ, ડોલર સામે રૂપિયો 7 પૈસા મજબૂત

દિવસભરની વધઘટ બાદ શેરબજાર ગગડીને સેટલ, ડોલર સામે રૂપિયો 7 પૈસા મજબૂત

 | 3:48 pm IST

દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં પણ રોકાણકારો દ્વારા વેચવાલી થતા ઘરેલુ શેરબજાર ગગડીને લાલ નિશાનમાં બંધ આવ્યા છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 209 અંક અથવા 0.60 ટકા ગગડીને 34,961 નજીક જ્યારે નિફ્ટી 50 આંક પણ 70 પોઈન્ટ અથવા 0.68 ટકા ઘટીને 10,312 નજીક બંધ આવ્યા છે.

બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ 233 પોઇન્ટ ઘટીને 21,359 નજીક સેટલ થયો છે. જ્યારે બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.39 ટકા અને 1.23 ટકા પટકાઈને બંધ થયા છે. આ સિવાય વિવિધ સેકટર્સની વાત કરીએ તો પીયુસી, મેટલ, ઓટો અને ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં મંદી જોવા મળી છે. જ્યારે FMCG સેક્ટરમાં હળવી તેજી રહી.

ચલણની વાત કરીએ તો આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 7 પૈસા વધીને 75.58 પર બંધ આવ્યો છે. જ્યારે આ પહેલા શુક્રવારે ડોલર સામે રૂપિયો 75.65 પર બંધ આવ્યો હતો. દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈ આજે રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી. ઉપરાંત પાકિસ્તાનના કરાચીમાં આવેલ સ્ટોક એક્સચેંજની ઓફિસ પર થયેલ આંતકી હુમલાના સમાચારે પણ રોકાણકારોની ચિંતા વધારી હતી. આ કારણોથી ઘરેલુ શેરબજાર આજે પ્રભાવિત થયું હતું.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ શાકભાજીની આડમાં દારૂની હેરફેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન