Sensex and Nifty loss opening support in last trading session
  • Home
  • Business
  • શરૂઆતી તેજી ગુમાવ્યા બાદ શેરબજાર અંતિમ સેશનમાં ગગડીને સેટલ, ડોલર સામે રૂપિયો મજબૂત

શરૂઆતી તેજી ગુમાવ્યા બાદ શેરબજાર અંતિમ સેશનમાં ગગડીને સેટલ, ડોલર સામે રૂપિયો મજબૂત

 | 3:52 pm IST

મજબૂત શરૂઆત કર્યા બાદ અંતિમ સેશનમાં રોકાણકારો દ્વારા વેચવાલી થતા બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 45 અંક અથવા 0.13 ટકા ઘટીને 34,915 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 10 પોઈન્ટ અથવા 0.1 ટકા ઘટીને 10,302 નજીક બંધ આવ્યા છે.

જો કે, બેંક નિફ્ટીની વાત કરીએ તો અંતિમ સેશનમાં વેચવાલીને પગલે ઈન્ડેક્સે ટોચની સપાટી ગુમાવી હતી અને અંતિમ સેશનમાં માત્ર 11 પોઇન્ટ વધીને 21,370 નજીક સેટલ થયો છે. જ્યારે બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.14 ટકા અને 0.75 ટકા ઘટીને બંધ થયા છે. આ સિવાય વિવિધ સેકટર્સની વાત કરીએ તો આજે ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ સેક્ટર્સને છોડી અન્ય તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી છે.

ચલણની વાત કરીએ તો આજે પણ ડોલર સામે રૂપિયો 7 પૈસા મજબૂત બનીને સેટલ થયો છે. રૂપિયો ડોલર સામે 7 પૈસા મજબૂત બની 75.51 પર બંધ આવ્યો હતો. જે આ પહેલા સોમવારે 75.58 પર બંધ આવ્યો હતો. ભારત અને ચીન વચ્ચે સતત વધતી તંગદિલી અને કોરોનાની સ્થિતિએ રોકાણકારોમાં ચિંતા વધારી છે. ઉપરાંત, કેન્દ્ર સરકારે ચીનની 59 એપ્સ પર બેન લગાવ્યો છે. જેના કારણે પણ માર્કેટ પ્રભાવિત થયું છે.

આ વીડિયો પણ જુઓ: બોટાદમાં વીજળી પડતા 3 લોકોના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન