sensex-climbs-130-points-nifty-crosses-10800
  • Home
  • Business
  • સેન્સેક્સમાં 130 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીએ 10800ની સપાટી કુદાવી

સેન્સેક્સમાં 130 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીએ 10800ની સપાટી કુદાવી

 | 4:20 pm IST

ભારે ઉતાર-ચઢાવ વચ્ચે કારોબાર વચ્ચે આજે મજબુતી સાથે કારોબાર બંધ થયો છે. આજના કારોબારમાં સેન્સેક્સ 130 પોઈન્ટની મજબૂતી સાથે 36000 પર બંધ થયો છે. તો નિફ્ટી 10800ને પાર ટકવામાં સફળ રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ મજબૂતાઈ જોવા મળી હતી.

આ ઈન્ડેક્સમાં લગભગ 200 પોઈન્ટનો વધારોલ નોંધાયો છે. મિડકૈપમાં દબાણના કારણે ઈડેક્સ લાલ નિશાન પર બંધ થયો છે. સેક્ટર સ્પેસિફિકની વાત કરીએતો સરકારી બેન્કો, ખાંડ અને પેપરના શેરોમાં તેજી જોવા મળી હતી.

આજના સૌથી વધારે વધતા અને ઘટતા શેરોમાં સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, યસબેન્કમાં આજે સૌથી વધુ વધારો નોંધાયો હતો. જ્યારે જી એન્ટરટેનમેન્ટ, કોટક બેન્ક, યૂપીએલ અને બીપીસીએલમાં સૌથી વધુ કડાકો બોલ્યો હતો.

કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સની વાત કરીએતો સેન્સેક્સમાં 130.77 પોઈન્ટ એટલેકે 0.36 ટકાના ઉછાળા સાથે 35980.93 સ્તર પર બંધ થયો છે. તો એનસીઈના 50 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સમાં 30.35 એટલેકે 0.28 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો અને વધારા સાથે 10802.15ના સ્તર પર બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.