Sensex ends nearly 100 points lower
  • Home
  • Business
  • શેરબજારમાં સુસ્તી યથાવત, સેન્સેક્સ 100 પોઈન્ટના કડાકા સાથે બંધ

શેરબજારમાં સુસ્તી યથાવત, સેન્સેક્સ 100 પોઈન્ટના કડાકા સાથે બંધ

 | 4:19 pm IST

અઠવાડિયાના કારોબારી દિવસમાં બજારમાં સુસ્તી જોવા મળી છે. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી કડાકા સાથે બંધ થયો છે. નિફ્ટીમાં આજે 10800 નીચે ફીસલ્યો છે. જ્યારે સેન્સેક્સમાં 97 પોઈન્ટનો કડાકા સાથે બંધ થયો હતો. મિડ અને સ્મોલકેપ શેરોમાં આજે વેચવાલીનું દબાણ રહ્યુ હતુ બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.13 ટકાની કમજોરી સાથે 15177.03ના સ્તર પર બંધ થયો છે. તો સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.19 ટકાની કમજોરી સાથે 14,600.37ના સ્તર પર બંધ થયો છે. ટીસીએસ. અને એલએન્ડટીમાં આજે દબાણ જોવા મળ્યુ.

બેન્કીંગ શેરોમાં અજે દબાણ રહ્યુ. જેના કારણે બેન્ક નિફ્ટી 0.27 ટકા તુટીને 27453.90ના સ્તર પર બંધ થયો છે. જો કે આજે કારોબારમાં ઓયલ એન્ડ ગેસના શેરોમાં હલ્કી ખરીદારી જોવા મળી હતી જેના કારણે બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં આજે 013 ટકાનો વધારો થતા 13186.61ના સ્તર પર બંધ થયો છે.

આજના કારોબારમાં ઓટો, ફાર્મા, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટીના ઓટો ઈન્ડેક્સમાં 0.79 ટકા આઈટી ઈન્ડેક્સામં 0.11 ટકા, ફાર્મામાં 0.36 ટકા પીએસયુ બેન્કમાં 0.90 ટકા રિયલ્ટી ઈન્ડેક્સમાં 1.35 ટકા કડાકા સાથે બંધ થયો છે. જો કે આજના કારોબારમાં એફએમસીજી અને ફાઈનાશિયલ સર્વિસમાં શેરોમાં કેટલીક ખરીદારી જોવા મળી હતી. નિફ્ટીના એફએમસીજી ઈન્ડેક્સમાં આજે 0.61ના વધારા સાથે બંધ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન