for the fifth consecutive day sensex closes 38000 mark
  • Home
  • Business
  • બજારમાં સતત પાંચમા દિવસે તેજી, સેંસેક્સ 38000ને પાર બંધ

બજારમાં સતત પાંચમા દિવસે તેજી, સેંસેક્સ 38000ને પાર બંધ

 | 4:34 pm IST

બજારમાં સતત પાંચમા દિવસે તેજી જોવા મળી રહી છે. નિફ્ટીએ 11425ની સપાટી કુદાવી બંધ થયો છે. તો સેંસેક્સે ટ્રિપલ સેંચ્યુરી લગાવતા 38000ને પાર બંધ થવામાં કામયાબી મેળવી છે. આ અઠવાડિયે ભારતીય બજાર દુનિયામાં સૌથી વધુ મજબુત રહ્યુ હતુ.

નિફ્ટી આ અઠવાડિયે દુનિયામાં સૌથી શાનદાર પ્રદર્શન કરી રહ્યુ છે. બેંક નિફ્ટી, સેંસેક્સ, નિફ્ટી દુનિયામાં સૌથી આગળ છે. આ અઠવાડિયે બેંક નિફ્ટી ભારતીય બજાર દુનિયામાં સૌથી મજબુત રહ્યુ. આ અઠવાડિયે બેંક નિફ્ટી 5.8 ટકા, સેંસેક્સ 3.6 ટકા અને નિફ્ટી 3.5 ટકા વધ્યુ છે.

બેંક નિફ્ટીનું પણ ડ્રીમ રન ચાલુ જ છે. આજે બેંક નિફ્ટીએ 29450ને પાર નિકળીને શિખર સ્પર્શ્યુ હતુ. બેંક શેરો પર નજર નાંખીએ તો કોટક મહિંદ્રા બેમક અને ઈંડસઇંડ બેંકમાં સૌથી વધારે તેજી જોવા મળી હતી.

સતત 6 દિવસથી પીટાઈ રહેલ આઈટી ઈન્ડેક્સમાં આજે જોરદાર ખરીદારી જોવા મળી હતી. 4 ટકાની તેજી સાથે ટીસીએસ સૌથી ઉપર રહ્યો હતો. વિપ્રો. એચસીએલ ટેક અને ટેક મહિંદ્રામાં તેજી જોવા મળી રહી હતી.

કારોબારના અંતે બીએસઈના 30 શેરોમાં પ્રમુખ ઇંડેક્સ સેંસેક્સમાં 269.43 પોઈન્ટ અને 0.71 ટકાના ઉછાળા સાથે 38024.32ના સ્તર પર કારોબાર કરી બંધ થયો છે. તો એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઇંડેક્સ નિફ્ટીમા 83.60 પોઈન્ટ એટલેકે 0.74 ટકાના વધારા સાથે 11426.85ના સ્તરે બંધ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન