ભારતીય બજારમાં સન્નાટો, રોકાણકારોના ગણતરીની મિનિટમાં 2.24 લાખ કરોડ ધોવાયા - Sandesh
  • Home
  • Business
  • ભારતીય બજારમાં સન્નાટો, રોકાણકારોના ગણતરીની મિનિટમાં 2.24 લાખ કરોડ ધોવાયા

ભારતીય બજારમાં સન્નાટો, રોકાણકારોના ગણતરીની મિનિટમાં 2.24 લાખ કરોડ ધોવાયા

 | 9:30 am IST

અમેરિકન શેરબજારોની પાછળ ભારતીય શેરબજારો ખૂલતાની સાથે ધડામ કરતાં પછડાયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેક્સ ખૂલતાની સાથે 501 અંકના કડાકા સાથે 33911 પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) ખાતે નિફ્ટી 163 અંકના કડાકા સાથે 10413 પર ટ્રેડ થઇ રહી હતી.

ગણતરીની મિનિટોમાં લાખો કરોડો ડૂબ્યા
બજારની હાલ સ્થિતિ એવી છે કે બીએસઇના દરેક 10માંથી 8 શેર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. બજાર ખૂલતાની સાથે જ ગણતરીની મિનિટોમાં રોકાણકારોના 2.24 લાખ કરોડ ડૂબી ગયા. શેરબજારમાં વેચવાલી હાવી છે. નિફ્ટીના તમામ 50 શેર રેડ ઝોન પર છે. મેટલ અને બેન્કિંગ શેરોમાં જોરદાર વેચવાલી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. બીએસઇ ખાતે સેન્સેક્સ 1.28 ટકા અને નિફ્ટી 1.30 ટકાના કડાકા સાથે ટ્રેડ કરી રહી છે.

અમેરિકન બજારોમાં સતત વેચવાલી
અમેરિકન શેરબજારોમાં ખાસ કરીને ડાઉજોન્સ ઇન્ડેક્સમાં ગુરૂવારના રોજ 4 ટકાનો કડાકો નોંધાયો હતો. અમેરિકન બજારો હાલ ઉચ્ચતમ સપાટીથી 10 ટકા તૂટી ગયા છે.અમેરિકન બજારોમાં સતત બીજા દિવસે જોરદાર વેચવાલી નીકળતા તેની પાછળ દુનિયાભરના શેરબજારો તૂટી રહ્યાં છે.

આની પહેલાં ગયા સોમવારે ડાઉજોન્સમાં 1100 અંકનો જંગી કડાકો નોંધાયો હતો ત્યારબાદ દુનિયાભરના શેરબજારોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી, જેમાં યુરોપ, એશિયા સહિત ભારતના સેન્સેક્સ અને નિફ્ટી પણ શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં 2થી 3 ટકા તૂટ્યા હતા.

અમેરિકન બજારના નિષ્ણાતોનું કહેવું છે કે બજારમાં આ ઘટાડો વધતી મોંઘવારી, વધતી ટ્રેઝરી યિલ્ડ, અને શુક્રવારની સવારે આવતા જોબ આંકડાના લીધે જોવા મળી રહ્યો છે.