sensex down nearly 100 points nifty below 11000 market news
  • Home
  • Business
  • શેર બજારમાં ખુલતાની સાથે જ કડાકો, સેન્સેક્સમાં 100 પોઈન્ટ નિફ્ટી 11000ની નીચે

શેર બજારમાં ખુલતાની સાથે જ કડાકો, સેન્સેક્સમાં 100 પોઈન્ટ નિફ્ટી 11000ની નીચે

 | 9:53 am IST

ભારતીય શેર બજાર આજે ખુલતાની સાથે જ કડાકો બોલ્યો હતો. બજારની શરૂઆત કમજોરી સાથે થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા ચે. સેન્સેક્સમાં 95 પોઈન્ટ તો નિફ્ટીમાં 0.25 ટકાના કડાકા સાથે કારોબાર કરી રહ્યો છે.

મિડ અને સ્મોલ કેપ શેરોમાં સુસ્તી નજર આવી રહી છે. બીએસઈનો મિડ કેપ ઈન્ડેક્સ 0.03 ટકાના ઘટાડા સાથે કારોબાર કરતો જોઈ શકાય છે. જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સમાં 0.11 ટકાના સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. તેલ-ગેસ શેરોમાં સામાન્ય કડાકો જોવા મળી રહ્યો છે. બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં 0.11 ટકાનો ઘટાડા સાથે કારોબાર કરતો જોઈ શકાય છે.

બેન્કિંગ શેરોમાં દબાણ જોવા મળી રહ્યુ છે જેમાં બેન્ક નિફ્ટી 0.40 ટકા કમજોરી સાથે 27750 સાથે નજર આવી રહ્યો છે. આજના કારોબારમાં નિફ્ટીના ઓટો, મેટલ, ફાર્મા, મીડિયા અને રિયલ્ટી ઈન્ડેક્સમાં લીલા નિશાન પર નજર આવી રહ્યા છે. તો બેન્કીંગ, ફાઈનાન્સિયસ સર્વિસિઝ, આઈટી શેરોમાં કમજોરી જોવા મળી રહી છે.

હાલ સેન્સેક્સમાં 95 પોઈન્ટ એટલેકે 0.26 ટકાની કમજોરી સાથે 37025ની આસપાસ નજર આવી રહ્યો છે. તો નિફ્ટીમાં 25 પોઈન્ટ એટલેકે 0.22 ટકાના ઘટાડા સાથે 10975ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન