Sensex drops 150 points, Nifty tests 10,850; bank stocks crack
  • Home
  • Business
  • સેન્સેક્સમાં 150 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10900ના સ્તરથી નીચે ગગડ્યો

સેન્સેક્સમાં 150 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10900ના સ્તરથી નીચે ગગડ્યો

 | 4:28 pm IST

અઠવાડિયાની શરૂઆતમાં આજે બજારમાં વેચવાલીનો માહોલ રહ્યો. આજના કારોબારમાં નિફ્ટી 0.5 ટકાની કમજોરી સાથે 10900ના સ્તર પર ગગડ્યો હતો. સેન્સેક્સમાં આજે 150 પોઈન્ટનો કડાકો આવ્યો છે. બેન્ક નિફ્ટીમાં આજે કડાકો જોવા મળ્યો અને 66 પોઈન્ટ તૂટ્યો.

મિડકેપ શેરોમાં કોઈ સુધાર આવ્યો નથી. મિડકેપ ઈન્ડેક્સમાં કડાકો આજે પણ રહ્યો હતો. 250 પોઈન્ટની કમજોરી સાથે જોવા મળ્યો હતો. તો બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1.5 ટકા તૂટીને 13450.47ના સ્તર પર બંધ થયો છે.

એનબીએફસીના શેરોમાં આજે જોરદાર ધોવાણ થયુ. રૈપ્કો ગોમ ફાઈનાન્સમાં જ્યાં 4.5 ટકાનો ઘટાડો થયો , ઈન્ડીયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં 1.75 ટકાનો કડાકો જોવા મળ્યો. આજે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, સિપ્લા અને આઈઓસીમાં સૌથી વધુ તેજી જોવા મળી.

કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 151.45 પોઈન્ટ એટલેકે 0.41 ટકાનો ઘટાડા સાથે 36395ના સ્તર પર બંધ થયો. તો એનએસઈનો 50 શેરોવાળો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 54.80 પોઈન્ટ એટલેકે 0.50 ટકાના ઘટાડા સાથે 10888.80ના સ્તર પર બંધ થયો હતો.