sensex ends 760 points down nifty
  • Home
  • Business
  • સેન્સેક્સ 760ના કડાકા સાથે નિફ્ટી 10250ની નીચે સરકી શેરબજાર થયું બંધ

સેન્સેક્સ 760ના કડાકા સાથે નિફ્ટી 10250ની નીચે સરકી શેરબજાર થયું બંધ

 | 4:33 pm IST

ગઇકાલે તોફાની તેજી પછી આજે બજાર ફરીથી જમીન પર આવી ગયું હતુ. સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાથી વધુની નબળાઇ સાથે શેરબજાર બંધ થઈ ગયું છે. આજે, નિફ્ટી 10,138.6 સુધી ડાઉન થયું છે, જ્યારે સેન્સેક્સ 33,723.5 સુધી તૂટી ગયું છે. અંતે, નિફ્ટી 10,250 ની નજીક બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 34,000 ની આસપાસ બંધ રહ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 2.3 ટકા ઘટ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 2.3 ટકાનો ઘટાડો થયો છે.

BSEનો 30 શેરોનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 760 અંક એટલે કે 2.2 ટકા ઘટાડા સાથે 34.001 પર બંધ થયો છે. ત્યાજ એનએસઈનો 50 શેરનો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 225 પોઇન્ટ એટલે કે 2.2 ટકા પછડાઇ 10.235 સ્તરે બંધ થયો છે.

બેંકિંગ, મેટલ, ફાર્મા, આઇટી, રિયલ્ટી, ઓટો, પાવર, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી ભારે રહી હતી. બેંક નિફ્ટી 2.1 ટકાના ઘટાડા સાથે નિફ્ટી 24,784 ની સપાટીએ બંધ રહ્યો હતો.