sensex-fall-468-point-after-rupee-hit-all-time-low-against-dollar
  • Home
  • Business
  • ડૉલર સામે રૂપિયો ફરી ગગડતા સેન્સેક્સમાં 468 પોઈન્ટનો કડાકો

ડૉલર સામે રૂપિયો ફરી ગગડતા સેન્સેક્સમાં 468 પોઈન્ટનો કડાકો

 | 5:19 pm IST

મુંબઇ શેરબજાર સેન્સેક્સમાં સોમવારે 468 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. સેન્સેક્સ 38,000 પોઈન્ટ નીચે આવ્યો હતો. રૂપિયો રેકોર્ડ સ્તરે નીચે આવ્યો છે જેનાથી શેરમાર્કેટને અસર થઈ છે. 16 માર્ચ પછીનો આ સૌથી મોટો કડાકો છે. મુંબઈ શેર બજાર 30 શેરો વાળો સેન્સેક્સ 467.65 પોઈન્ટ એટલે કે 1.22 ટકાના નુકસાન સાથે 37,922.17 અંક પર પહોંચ્યો છે. 16 માર્ચે સેન્સેક્સમાં 509.54 પોઇન્ટનો કડાકો થયો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટી 151 પર તૂટીને 11,500 પોઈન્ટ પહોંચ્યુ છે. વેપાર દરમિયાન નિફ્ટી 11,427 પોઇન્ટ ઘટીને ફેબ્રુઆરી બાદ નિફ્ટીની આ એક દિવસનો સૌથી મોટો કડાકો છે. મૂડીઝે સોમવારે કહ્યુ હતુ કે રૂપિયો સતત ગગડી રહ્યો છે તેમાં ભારતીય કંપનીઓની શાખ નકારાત્મક છે. જેની માર્કેટ પર ખરાબ અસર પડી રહી છે.

અમેરિકા ચીન વચ્ચેના વેપાર વિવાદના કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક સંકેતોથી માર્કેટ પર ખરાબ અસર થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર આયાત શૂલ્ક વધારવાની ચીમકી આપી છે. તો સામે ચીને પણ વળતો પ્રહાર કર્યો છે.