સતત ત્રણ દિવસમાં સેન્સેક્સમાં ૩,૯૬૬ પોઇન્ટ્સનો વધારો - Sandesh
  • Home
  • Business
  • સતત ત્રણ દિવસમાં સેન્સેક્સમાં ૩,૯૬૬ પોઇન્ટ્સનો વધારો

સતત ત્રણ દિવસમાં સેન્સેક્સમાં ૩,૯૬૬ પોઇન્ટ્સનો વધારો

 | 1:52 am IST

। મુંબઇ ।

બીએસઈમાં સેન્સેક્સ આજે સતત ત્રીજા દિવસે વધ્યો. આજે સેન્સેક્સ ગઈ કાલના ૨૮,૫૩૫.૭૮ના બંધથી ૧૪૧૦.૯૯ પોઇન્ટ (૪.૯૪ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૨૯,૦૭૩.૭૧ ખૂલી ઉપરમાં ૩૦,૦૯૯.૯૧ સુધી અને નીચામાં ૨૮,૫૬૬.૩૪ સુધી જઈ અંતે ૨૯,૯૪૬.૭૭ બંધ રહ્યો હતો. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૨૬ કંપનીઓ વધી અને ૪ કંપનીઓ ઘટી હતી. આજે માર્કેટ કેપ રૂ.૧૧૨.૯૯ લાખ કરોડ રહ્યું હતું, જે ગઈ કાલે રૂ.૧૦૮.૫૦ લાખ કરોડ હતું. આજે બધા બ્રોડ બેઝ્ડ ઇન્ડાયસીસ વધ્યા હતા, જેમાં મુખ્યત્વે બીએસઈ સેન્સેક્સ ૫૦ ઇન્ડેક્સ ૪.૬૭ ટકા, બીએસઈ ૧૦૦ ન્ડેક્સ ૪.૬૫ ટકા, બીએસઈ મિડકેપ ૩.૪૯ ટકા, બીએસઈ સ્મોલકેપ ૩.૭૩ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૪.૫૭ ટકા, બીએસઈ ૫૦૦ ઇન્ડેક્સ ૪.૫૧ ટકા, બીએસઈ ઓલકેપ ૪.૫૧ ટકા અને બીએસઈ લાર્જકેપ ૪.૭૫ ટકા વધ્યા હતા. બીએસઈ આઈપીઓ ઇન્ડેક્સ ૫.૨૨ ટકા વધ્યો હતો અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૭૧ ટકા ઘટયો હતો. બીએસઈ સેક્ટરલ ઇન્ડાયસીસમાં ટેલિકોમ ૧૦.૦૪ ટકા, કેપિટલ ગુડ્સ ૭.૨૪ ટકા, બેન્કેક્સ ૬.૬૯ ટકા, ફઈનાન્સ ૬.૬૧ ટકા, રિયલ્ટી ૬.૧૧ ટકા, એફએમસીજી ૫.૮૮ ટકા, ઈન્ડસ્ટ્રિયલ ૫.૩૯ ટકા, ટેક ૪.૭૮ ટકા, આઈટી ૩.૮૩ ટકા, કન્ઝયુમર ડયુરેબલ્સ ૩.૭૫ ટકા, કન્ઝયુમર ડિસ્ક્રિશનરી ગુડ્સ એન્ડ સર્વિસીસ ૩.૧૨ ટકા, પાવર ૩.૦૯ ટકા, બેઝિક મટિરિયલ્સ ૨.૮૬ ટકા, યુટિલિટીઝ ૨.૭૩ ટકા, ઓટો ૨.૧૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૦૫ ટકા, હેલ્થકેર ૧.૫૫ ટકા, એનર્જી ૦.૩૧ ટકા અને મેટલ ૦.૧૭ ટકા વધ્યા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મુખ્યત્વ ઇન્ડસઇન્ડ બેન્ક ૪૫.૦૭ ટકા, ભારતી એરટેલ ૧૧.૨૩ ટકા, લાર્સન એન્ડ ટૂબ્રો ૯.૫૭ ટકા, બજાજ ઓટો ૮.૬૩ ટકા અને હીરો મોટોકોર્પ ૮.૦ ટકા વધ્યા હતા, જ્યારે મારુતિ સુઝુકી ઇન્ડિયા ૩.૦૫ ટકા, ટેક મહિન્દ્રા ૨.૬૦ ટકા, સન ફર્મા ૨.૪૫ ટકા અને રિલાયન્સ ૦.૬૦ ટકા ઘટયા હતા. આજે એ ગ્રૂપની ૨૨ કંપનીઓને ઊપલી અને ૪ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. આજે બી ગ્રૂપની ૧૦૦ કંપનીઓને ઊપલી અને ૮૨ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રૂપની ૫૧૩ કંપનીમાંથી ૨૩૭ કંપનીઓને ઊપલી અને ૨૭૬ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. ડેરિવેટિવ્ઝ રિપોર્ટ – બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે કુલ રૂ.૬,૦૪૧.૦૯ કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું. કુલ ૪,૦૮૬ સોદાઓમાં ૮૯,૦૨૬ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૧,૩૪,૨૧૬ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.૧.૯૨ કરોડના સોદામાં ૨૬ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૩૨૭ સોદામાં ૬,૫૨૦ કોન્ટ્રેક્ટ સાથે રૂ.૫૦૫.૪૫ કરોડનું કામકાજ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;