Sensex goes down more than 1300 points in middle session
  • Home
  • Business
  • ‘કોરોના’ને કોઈ ‘રોકોના’, કડાકાનો દોર યથાવત, સેન્સેક્સ 1700 અંક અને નિફ્ટી 425 પોઇન્ટ તૂટીને સેટલ

‘કોરોના’ને કોઈ ‘રોકોના’, કડાકાનો દોર યથાવત, સેન્સેક્સ 1700 અંક અને નિફ્ટી 425 પોઇન્ટ તૂટીને સેટલ

 | 2:56 pm IST

ભારતીય શેર માર્કેટ પર કોરોનાનો કહેર યથાવત છે. Nifty ગગડીને 3 વર્ષના lows પર આવી ગયો છે. જ્યારે આજે નિફ્ટીએ શુક્રવારના Lower circuit ના લેવલને પણ વટાવી દીધો છે. બીજી તરફ સેન્સેક્સમાં પણ કડાકાનો દોર યથાવત છે. માર્કેટમાં વેચવાલીને પગલે ટ્રેડિંગ દિવસના અંતિમ સેશનમાં બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 1709 પોઈન્ટ ગગડીને 28,869 નજીક સેટલ થયો છે. જ્યારે નિફ્ટી 50 આંક પણ 425 પોઈન્ટ ગગડીને 8,541 નજીક બંધ આવ્યો છે.

બપોરે સુધી સેન્સેક્સ 1300થી વધુ પોઈન્ટનું ગાબડું:

જ્યારે આ પહેલા કારોબાર દરમિયાન બપોરે 2.30 વાગ્યા સુધી સેન્સેક્સ 1300થી વધુ પોઈન્ટ પટકાઈને 29,250 નજીક જ્યારે નિફ્ટી 50 આંક પણ લગભગ 400 અંક ગગડીને 8,573 નજીક કારોબાર કરી રહ્યા હતા. આ સિવાય બેંક નિફ્ટીની વાત કરીએ તો અંતિમ સેશનમાં 1574 પોઈન્ટના કડાકા સાથે 20,580 નજીક સેટલ થયો છે. જ્યારે આ પહેલા કારોબાર દરમિયાન બપોરે ઇન્ડેક્સ 1,483 અંક ગગડીને 20,671 નજીક ટ્રેડ કરી રહ્યો હતો.

આ સિવાય બીએસઈ પર મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 4.84 ટકા અને 6.09 ટકા પટકાઈને સેટલ થયા છે. આજે બેંકિંગ સહિત આઈટી, ઓટો, રિયલિટી અને પાવર સેક્ટરમાં પણ મંદ વલણ જોવા મળી રહ્યું છે. આ સિવાય સુપ્રીમ કોર્ટથી રાહત ન મળતા ટેલિકોમ શેર પણ વિખરાયેલા છે.

S&P ગ્લોબલ રેટિંગ:

ઉપરાંત, S&P ગ્લોબલ રેટિંગ એજન્સીએ પણ 2020માં ભારતના વૈશ્વિક આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો અને 5.2 ટકા રહેવાના અનુમાન લગાવ્યા છે. જ્યારે આ પહેલા એજન્સીએ 2020માં ભારતમાં 5.7 ટકાની દરે વિકાસ થવાનો અનુમાન લગાવ્યો હતો. આની અસર પણ આજે માર્કેટ પર જોવા મળી છે. આપણે જણાવી દઈએ કે આજે ભારતીય શેર માર્કેટની શરૂઆત સારી થઈ હતી. સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો જ્યારે નિફ્ટી પણ 9,100ને પાર ખુલ્યો હતો. પરંતુ કોરોના વાયરસ, AGR અને S&P સહિત અન્ય મુદ્દાઓના કારણે ટ્રેડિંગ દરમિયાન વેચવાલી વધી અને માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ વીડિયો પણ જુઓ: કોરોના વાયરસને લઈ રાજ્ય સરકારનો નિર્ણય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન