Sensex hits all-time high
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સેન્સેક્સ રેકર્ડ બ્રેક ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો, નિફ્ટી 11000ને પાર

સેન્સેક્સ રેકર્ડ બ્રેક ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો, નિફ્ટી 11000ને પાર

 | 10:33 am IST

ગુરૂવારના રોજ સેન્સેક્સે નવી રેકોર્ડ સપાટી 36460નો આંકડો પાર કરી લીધો. જ્યારે નિફ્ટીમાં 11,000ની ઉપર ટ્રેડિંગ શરૂ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) શાતે 30 શેરવાળો ઇન્ડેક્સ 36426 તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 11,001 પર ખુલ્યો.

ટ્રેડિંગની શરૂઆતમાં બીએસઇ પર વેશ ઇન્ફ્રા, વેજિટેબલ પ્રોડક્ટસ લિમિટેડ, ઇન્સિલ્કો લિમિટેડ, કેસી ઇન્ડસ્ટ્રીઝ વગેરે શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. બીજીબાજુ આરસીએલ 18.71 ટકા, પ્રાઇમપ્રો 15.20 ટકા, સોલારા 9.97 ટકા શેર તૂટ્યો.

બીજીબાજુ નિફ્ટી પર શાનદાર પ્રદર્શન કરનાર ટોપ 10 શેરોમાં આઇઓસી 4.46 ટકા, હિન્દપેટ્રો 4.37 ટકા, બીપીસીએલ 4.12 ટકા, ડૉ.રેડ્ડી લેબોરેટરીઝ લિ. 2.85 ટકા, એચસીએલ ટેક 2.10 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 1.93 ટકા, આઇસીઆઈસીઆઈ બેન્ક 1.19 ટકા, જ્યારે ઇંડસઇન્ડ બેન્ક 1.15 ટકા મજબૂત થઇ ગયો. જ્યારે ઇન્ફ્રાટેલના શેરોમાં 2.41 ટકા, ટીસીએસના 0.68 ટકા, ગેલના 0.52 ટકા શેર તૂટયા છે.

હાલ બીએસઇ ખાતે સેન્સેક્સ 266 અંકની તેજી સાથે 36532 અને નિફ્ટી 85 અંકની તેજી સાથે 11033 પર ટ્રેડ કરી રહી છે.