Sensex lower more than 600 points and nifty closed above 10,600
  • Home
  • Business
  • અંતિમ સેશનમાં પણ માર્કેટની મંદ ચાલ, સેન્સેક્સમાં 660 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 10,610 નજીક સેટલ

અંતિમ સેશનમાં પણ માર્કેટની મંદ ચાલ, સેન્સેક્સમાં 660 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 10,610 નજીક સેટલ

 | 4:01 pm IST

દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં ઘરેલું શેરબજાર ગગડીને સેટલ થયું છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 660 પોઈન્ટ અથવા 1.80 ટકા પટકાઈને 36,033 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 192 અંક અથવા 1.79 ટકા ગગડીને 10,609 નજીક સેટલ થયા છે. આ સિવાય બેંક નિફ્ટી ઈન્ડેક્સ અંતિમ સેશનમાં 697 અંક અથવા 3.16 ટકાના કડાકા સાથે 21,392 નજીક સેટલ થયો છે.

વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે હેલ્થકેરને છોડી લગભગ તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવી મળી છે. બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.95 ટકા અને 0.93 ટકા પટકાઈને બંધ આવ્યા છે. ચલણની વાત કરીએ તો આજે ડોલર સામે રૂપિયો 23 પૈસા પટકાયો છે. આ પહેલા ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 75.33 પર ખુલ્યો હતો. જે અંતિમ સેશનમાં 23 પૈસા ગગડીને 75.42 પર બંધ આવ્યો છે. આ પહેલા સોમવારે ડોલર સામે રૂપિયો 75.19 પર સેટલ થયો હતો.

ભારતમાં કોરોનાનો ફેલાવ:

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને ચીન સાથેની તંગદિલીને લઈ રોકાણકારોમાં હાલ પણ ચિંતા યથાવત છે. કોરોના વાયરસની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ ભારતમાં અત્યાર સુધી કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 9 લાખને પાર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 23,727એ પહોંચ્યો છે. આ સિવાય અત્યાર સુધી કુલ 5,71,459 લોકો સાજા થયા છે. જ્યારે 3,11,565 લોકોની સારવાર થઈ રહી છે.

આ વીડિયો પણ જુઓ: ખેડા: ડાકોર રામચોકના મહંતને કોરોના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન