sensex nifty continue low 9 days tuesday focus especially on share market
  • Home
  • Business
  • સતત 9 દિવસ સુધી કડાકાથી હાહાકાર, બજાર પર મોટી અસર પડશે

સતત 9 દિવસ સુધી કડાકાથી હાહાકાર, બજાર પર મોટી અસર પડશે

 | 9:09 am IST

દેશના શેરબજારમાં સતત 9માં દિવસે કડાકાથી હાહાકાર મચી ગયો છે. હવે દરેકની આંખો આજના શેરબજાર પર હશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જો આજે 10માંદિવસે બજારમાં ઘટાડો થયો તો, તે ચિંતાજનક બાબત હશે. અને તેની બજાર પર મોટી અસર પડશે. ઉલ્લેખનિય છે કે સોમવારે સતત 9માં દિવસે બજાર દિવસ ઘટ્યું હતું. ગઇકાલે દિવસના અંતે બીએસઈ સેન્સેક્સ 372 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 130 પોઈન્ટ તૂટ્યો હતો. તેથી, મંગળવારનો દિવસ વિશેષ છે, કારણ કે રિટેલ ફુગાવાનો દર બજારમાં પણ જોવા મળશે. સોમવારે રિટેલ ફુગાવો એપ્રિલમાં વધીને 2.92 ટકા થયો હતો, જે માર્ચમાં 2.86 ટકા હતો.

વૈશ્વિક વ્યાપારમાં તંગદિલી વધતા અને ઘરઆંગણે દ્યોગિક ઉત્પાદન ઘટતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. સપ્તાહની શરૂઆતમાં સોમવારે દિવસના અંતે વેચવાલીને પરિણામે શેરબજારમાં ઘટાડો જોવાયો હતો અને સેન્સેક્સ તથા નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. શેરબજાર સતત નવમા સત્રમાં ઘટયું હતું.

પીએસયુ બેન્ક અને ફાર્મા શેર્સમાં ભારે વેચવાલીને પરિણામે બંને ઇન્ડેક્સ 4 ટકા ઘટયા હતા. મેટલ, ઓટો, એનર્જી અને ઇન્ફ્રા કંપનીઓના શેર્સમાં પણ વેચવાલી જોવા મળી હતી. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ઘટી 37,૦90.82 અને નિફ્ટી ઘટી 11,148.2૦ ઉપર બંધ થયા હતા. ચૂંટણી પરિણામોની દ્વિધાએ સતત નવમા સત્રમાં શેરો ગગડયાં હતા.

ટાઇટન કંપની, ભારતી ઇન્ફ્રાટેલ, ટેક મહિન્દ્રા, મર્ક, એચડીએફસી અને એચયુએલ વધ્યા હતા જ્યારે આઇશર મોટર્સ, ઝી એન્ટરટેઇનમેન્ટ, સન ફાર્મા, ઈન્ડિયા બુલ હાઉસિંગ અને યસ બેન્ક ઘટયા હતા. સન ફાર્માનો શેર ઇન્ટ્રા ડેમાં રૂ. 350.4૦ થવા સાથે બાવન સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. આઇશર મોટર્સનો શેર 7 ટકા ઘટી 31 જાન્યુઆરી બાદ સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. માર્ચના ત્રિમાસિક ગાળામાં આઈટીસીનો ચોખ્ખો નફો 19 ટકા વધી રૂ.3,482 કરોડ થયો હતો જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ.2,9૩2 કરોડ હતો.

183 કંપનીઓના શેર્સ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. તેઓમાં ડેલ્ટા કોર્પ, ભારત ફોર્જ, એચ.ટી.મીડિયા,આઈડીબીઆઈ બેન્ક, કેડિલા હેલ્થકેર અને આંધ્ર બેન્કનો સમાવેશ થતો હતો.

યુઆનમાં સૌથી વધુ ઘટાડો:
ચીનની પ્રોડક્ટ્સ ઉપર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધાર્યા બાદ અમેરિકા અને ચીનની વાટાઘાટ મડાગાંઠ સાથે પૂરી થઈ તે સાથે અમેરિકી ડોલર સામે ચીનના ચલણ યુઆનમાં ૦.8 ટકાનો સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. છેલ્લાં નવ મહિનામાં યુઆન સૌપ્રથમવાર સૌથી વધુ ઘટયો હતો.

અમેરિકી ડોલર સામે રૂપિયો ઘટયો:
ફોરેક્સ બજારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો ઘટયો હતો અને પાછળથી રૂ.7૦.53ના ભાવે કામકાજ થયું હતું. જે સામે શુક્રવારનો બંધ ભાવ રૂ.69.91 હતો. આમ, ડોલર સામે રૂપિયો 62 પૈસા ઘટયો હતો.

ક્રૂડ તેલના ભાવમાં વધારો:
ક્રૂડ તેલના ભાવમાં વધારો જોવાયો હતો. ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ વાયદો એક બેરલે 1.૦9 ડોલર વધી 71.71 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ વાયદો એક બેરલે 79 સેન્ટ વધી 62.45 ડોલર થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન