Today closing time sensex up 160 points and nifty closed at 11588
  • Home
  • Business
  • શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 160 પોઈન્ટ નિફ્ટી 11588 પર બંધ

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 160 પોઈન્ટ નિફ્ટી 11588 પર બંધ

 | 4:02 pm IST

ભારતીય શેરબજાર આજે ઉછાળા સાથે બંધ થયુ છે. કારોબારના અંતમાં આજે સેન્સેક્સમાં 160.48 પોઈન્ટ એટલેકે 0.41 ટકાના ઉછાળા સાથે 38,896.71ના સ્તર પર પહોંચ્યો હતો તો નિફ્ટીમાં 35.85ના ઉછાળા સાથે 0.31 ટકાનો વધારો નોંધાયો હતો. અને નિફ્ટીએ 11,588.35ના સ્તરને સ્પર્શવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

મિડ-સ્મોલ કેપ શેરોમાં કડાકો
મિડ અને સ્મોલ કેપ શેરોમાં કડાકો જોવા મળ્યો હતો. બીએસઈના મિડ કેપ ઈન્ડેક્સમાં 0.61 ટકાનો ઘટાડો નોંધાયો હતો સ્મોલકેપમાં 0.63 ટકાના ઘટાડા સાથે 13689ને પાર બંધ થયો હતો.

બેન્કીગ શેરો પણ ગગડ્યાં
બેન્ક નિફ્ટીમાં 0.51 ટકાના ઘટાડા સાથે 30455ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.59 ટકા, મીડિયા ઇન્ડેક્સ 0.47 ટકા, મેટલ ઈન્ડેક્સ 0.12 ટકા અને રિયલ્ટી ઈન્ડેક્સ 0.11 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.

ઈન્ફોસિસના શેરોમાં ઉછાળો
સૂચના પ્રોદ્યોગિકી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસે જૂનના ત્રિમાસિક પરિણામોને કારણે સોમવારે કંપનીના શેરોમાં 5 ટકાથી વધારાનો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીએ શુક્રવારે બજાર બંધ થાય તે પહેલા શેરોમાં ઉછાળો નોંધાયો હતો. આ ઉછાળા સાથે સકારાત્મક વૈશ્વિક સંકેતોથી તમામ રોકાણકારોની ધારણાને મજબુતાઈ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન