sensex-up-230-points-nifty-closed-near-10860
  • Home
  • Business
  • સેન્સેક્સમાં 230 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 10860ના સ્તર પર બંધ

સેન્સેક્સમાં 230 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 10860ના સ્તર પર બંધ

 | 4:21 pm IST

શેરમાર્કેટમાં ઉતારચઢાવ બાદ કારોબારના છેલ્લા બે કલાકમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સમાં આજે 200 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થવામાં કામયાબી મળી છે. નિફટીમાં 0.5 ટકાની મજબૂતાઈ સાથે 10850ના સ્તરને પાર કરવામાં સફળતા મળી છે.

બેન્ક નિફ્ટીમાં 200 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. 27700ના સ્તરને પાર કરી શક્યો છે. મિડકેપ ઈન્ડેક્સની વાત કરીએતો નીચલા સ્તર પર સુધારો જોવા મળ્યો છે. બીએસઈના મિડકેપ ઈન્ડે્ક્સમાં 0.04 ટકાના સામાન્ય ઘટાડા સાથે 15120ના સ્તર પર બંધ થયો છે. તો બીએસઈના સ્મોલ કેપ ઈન્ડેક્સમાં કડાકા સાથે 14,600.97ના સ્તર પર બંધ થયો છે.

ફોસિસની 11 જાન્યુઆરીએ ખુબજ મહત્વપૂર્ણ બેઠક હોવાથી કંપની બાયબેક અને સ્પેશિયલ ડિવીડન્ડ પર વિચાર કરી શકે છે. આનાથી આશા લગાવવામાં આવતા આજે સારી તેજી જોવા મળી હતી. તો રૂપિયામાં આવેલી કમજોરીમાં બાકી આઈટી શેરોમાં તેજી રહી છે, વિપ્રો અને ટેક મહિન્દ્રાએ લગભગ 1 ટકાનો વધારો નોંધ્યો છે. ફર્સ્ટસોર્સ, હેક્સાવેયર, એલએન્ડટી ઈન્ફોટેકમાં સારી તેજી જોવા મળી હતી.

ફક્ત આઈટી જ નહી આજે મીડિયા શેરોમાં પણ તેજી જોવા મળી હતી. સૂચના અને પ્રસારણ મંત્રાલયે કરેલી જાહેરાતમાં 25 ટકાનો વધારો જોવા મળે છે. સરકારને બ્યુરો ઓફ આઉટચીચ એન્ડ કોમ્યુકેશન હવે છાપાઓમાં જાહેરાતના માધ્યમથી 25 ટકા વધારાની આવક કરાવશે. આ દર આવતા 3 વર્ષ સુધી લાગુ કરવામાં આવશે. આના કારણે એચટી મીડિયામાં 20 ટકા પર સર્કિટ લાગી છે તો જાગરણ પ્રકાશન પર લગભગ 3 ટકા ભાગ છે. આ બાજુ ડીબી કોર્પમાં 8 ટકાની તેજી નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.