સેન્સેક્સ ઉછળ્યો : 330 પોઈન્ટનો વધારો નિફ્ટી પણ 100 પોઈન્ટ ઉંચકાયો - Sandesh
  • Home
  • Business
  • સેન્સેક્સ ઉછળ્યો : 330 પોઈન્ટનો વધારો નિફ્ટી પણ 100 પોઈન્ટ ઉંચકાયો

સેન્સેક્સ ઉછળ્યો : 330 પોઈન્ટનો વધારો નિફ્ટી પણ 100 પોઈન્ટ ઉંચકાયો

 | 4:56 pm IST

એશિયાઈ અમેરિકી શેરબજાર થકી સારા સંકેતો સાંપડતા, શેરબજાર શરૂઆતમાં જ સુધારા સાથે વધારો જોવા મળ્યો. દિવસને અંતે સેન્સેક્સ 330.45 અંક અને 0.97 ટકા વધીને 34,413.16 પર અને નિફ્ટી 100.15 અંક એટલે કે 0.96 ટકાના વધારા સાથે 10,576.85 ટકા પર બંધ થયો.  જાણકારોનું કહેવું છે કે આગળ શેરબજારમાં ચડાવઉતાર જોવા મળશે.

બ્રોકરોનું કહેવું છે કે સ્થાનિક ખરીદીને પગલે તેમજ એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળતા, બજારમાં  થોડો સુધાર જોવા મળ્યો. એક અઠવાડિયા અંતરાય પછી શેરબજાર આંચકામાંથી ઉભર્યું. બજારમાં એક અઠવાડિયુ બજેટ, તેમજ તેલની કિંમતો, નાણાંકિય ખાધની સ્થિતિને લઈને નેગેટિવ સેન્ટિમેન્ટસ જોવા મળ્યા હતા.

ગુરુવારે નિફ્ટી ફાર્મા તેમજ નિફ્ટી પીએસયુ બેંકમાં સુધારો થતાં બજારમાં ફરીથી તેજી જોવા મળી.

મહત્વપૂર્ણ ફાર્મા સ્ટોક જેવા કે ડો. રેડ્ડી, સીપ્લા, સન ફાર્મામાં ભારે સુધારો જોવા મળ્યો . અન્ય બ્લૂ ચીપ શેર જેવા કે એસબીઆઈ, ટાટાસ્ટીલ અને ઈન્ફોસીસે પણ સારો દેખાવ કર્યો હતો.