દરેક વ્યક્તિના જીવન અને સ્વભાવ પર તેની રાશિનો મોટો પ્રભાવ પડતો હોય છે. દરેક રાશિની પોતાની ખાસિયત હોય છે. આ ખાસિયતને ધ્યાનમાં જ રાખીને એક ખાસ તારણ કાઢવામાં આવ્યું છે. આ તારણ દર્શાવે છે કે કઈ રાશિની વ્યક્તિને ક્યાં સ્પર્શ કરવાથી તે ઉત્તેજિત થશે.

મેષ રાશિ
આને અગ્નિનું પ્રતિક મનાય છે, પરંતુ ફાયરનું ચિન્હ હોવા છતાં આ રાશિના જાતક ખૂબ જલ્દી કોઈના પ્રત્યે શારીરિક રૂપે આકર્ષિત થઈ જાય છે. આ રાશિના જાતક સાથે સેક્સ તરફ આગળ વધવા માટે નાની કિસ જેવો જ ઇશારો કાફી હોય છે.

વૃષભ
શારીરિક સંબંધ બનાવવાની સાથે પૂરા રોમાન્સ સાથે ધીરે-ધીરે મૂડ બનાવવો વૃષભ રાશિના જાતકોને પસંદ આવે છે. તેમના માટે આખા શરીરમાં ગરદન એવો હિસ્સો હોય છે જે સૌથી વધુ સંવેદનશીલ હોય છે, અહીં પાર્ટનર દ્વારા કરાયેલી કોઈ પણ હરકત તેમને ઉત્તેજીત કરી નાખે છે.

મિથુન
મિથુન રાશિના જાતક માટે પાર્ટનર દ્વારા કરાયેલી કોઈ પણ શારીરિક હરકત ખાસ્સી મહત્વની હોય છે. આ રાશિના જાતક જલ્દી પોતાના મૂડને રિએક્ટ કરે છે. તેમના માટે હાથ, ખભા સૌથી સંવેદનશીલ હિસ્સા હોય છે. તેમને સ્પર્શ કરવાથી તેઓ જલ્દી ઉત્તેજિત થઈ જાય છે.

કર્ક
કર્ક રાશિની મહિલા પોતાના પાર્ટનર પાસેથી દરેક પ્રકારના કિસિંગની અપેક્ષા કરતી હોય છે. જો તમે કર્ક રાશિની ફીમેલ પાર્ટનરને વધુ ખુશ કરવા ચાહતા હો તો એક સ્ત્રીને ઓળખ આપનારા શારીરિક અંગો પર જ ફોકસ કરો.

સિંહ
સિંહ રાશિની યુવતીઓને પોતાની કમર કે તેની ઉપરના હિસ્સામાં થનારી હલચલ ખૂબ જ પસંદ હોય છે. જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો ચોક્કસપણે તમારા પાર્ટનરને ખુશખુશાલ રાખી શકશો.

કન્યા
કન્યા રાશિના જાતકોને તેમના પેટ પર થનારી હલચલ પાર્ટનર તરફ જોરદાર આકર્ષિત કરતી હોય છે. પેટ પર હાથ લગાડવાથી પણ તેમનો મૂડ ઓન થઈ શકે છે એટલે તેમને ખુશ કરવા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

તુલા
તુલા રાશિના જાતકો માટે તેમની કમર અને તેનાથી થોડા ઉપરનો હિસ્સો ખાસ્સો સંવેદનશીલ હોય છે. તુલા રાશિના જાતક દરેક વસ્તુની જેમ પ્રેમનો પણ તોલ-મોલ કરે છે. તેમને સંતુલિત પ્રેમ જ પસંદ પડે છે.

વૃશ્ચિક
વૃશ્ચિક એક એવી રાશિ છે કે જેના જાતકોના કોઈ વિશેષ શારીરિક અંગ પર ફોકસ કરવાની જરૂર નથી હોતી. પરંતુ જે પણ કરો તેમાં રોમાન્સ જોરદાર હોય તે તેમના માટે ઘણું જરૂરી છે, નહીંતર તેઓ જલ્દી ઉદાસ થઈ જાય છે.

ધન
ધન રાશિની વ્યક્તિ બોડીનો સૌથી સંવેદનશીલ પાર્ટ જો હોય તો તે છે જાંઘ. જેને માત્ર ટચ કરવાથી પણ તેઓ રિએક્ટ કરે છે. આ ઉપરાંત, કિસિંગથી લઈને બાઈટિંગ સુધી તમામ હરકતો તેમને ખૂબ પસંદ આવે છે.

મકર
મકર રાશિના જાતકો બીજા રાશિ કરતા સાવ જ અલગ પડે છે. મકર રાશિના જાતકને ખુશ કરવા માટે સેક્સ બાદ પણ ધ્યાન રાખવાની જરૂર હોય છે. તેમનું સૌથી સંવેદનશીલ અંગ ઘૂંટણની પાછળનો ભાગ હોય છે. જેના પર જો માત્ર સ્પર્શ કરવામાં આવે તો પણ તેઓ ઉત્તેજીત થઈ જાય છે.

કુંભ
આમ તો પાર્ટનર દ્વારા કરાયેલી દરેક હરકત ગર્લ્સ પસંદ કરતી હોય છે, પરંતુ કુંભ રાશિની ગર્લ્સ ઘૂંટણની નીચે અને એંકલ્સની ઉપર ફોકસ લેવું પસંદ કરે છે. પાર્ટનર દ્વારા જો આ ભાગ પર થોડી હરકત કરાય તો પણ તેઓની સેક્સ પ્રત્યેની ઈચ્છા જાગી ઉઠે છે.

મીન
મીન રાશિના જાતક માટે પણ સૌથી સંવેદનશીલ હિસ્સો તેમના પગ હોય છે. તેમના પગ પર જો હલ્કી માલિશ કરવામાં આવે તો તેઓ બેહદ ખુશ થઈ જાય છે. આ ઉપરાંત તેમને કિસિંગ અને બાઈટિંગ પણ પસંદ હોય છે.