આ ભરવાડ છે ફ્રાન્સમાં શિક્ષણના પ્રથમ મહિલા રખેવાળ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ ભરવાડ છે ફ્રાન્સમાં શિક્ષણના પ્રથમ મહિલા રખેવાળ

આ ભરવાડ છે ફ્રાન્સમાં શિક્ષણના પ્રથમ મહિલા રખેવાળ

 | 2:32 pm IST


નજત બિલ્કામિસ ફ્રાન્સના પ્રથમ મહિલા શિક્ષણપ્રધાન છે. આટલું જ નહીં આ હોદ્દા પર પહોંચનારા તેઓ પ્રથમ મુસ્લિમ પણ છે. નજતનો જન્મ 1977માં મોરક્કોના નાદોર પાસેના ચિકેર ગામમાં થયો હતો. તેઓ બાળપણ ઘેટા-બકરા ચરાવતા હતાં. તેઓ પાંચ વર્ષની વયે જ માતા-પિતા અને મોટી બહેન સાથે ફ્રાન્સના અમીન્સ શહેર આવી ગયા હતાં. અમીન્સમાં નજતે ભારે લગાવ સાથે અભ્યાસ કર્યો હતો. 2002માંતેઓ પેરિસ ઈન્સ્ટિટયૂટ ઓફ પોલિટિકલ સ્ટડીઝમાં ગ્રેજ્યુએટ થયા હતાં. ત્યારપછી તેઓ સોશિયાલિસ્ટ પાર્ટીમાં જોડાયા હતાં.
નજતે લોકોને સસ્તા ઘર અપાવવા તેમજ સામાજિક ભેદભાવ દૂર કરવા માટે ચળવળ પણ ઉપાડી હતી. થોડા સમય પછી તેઓ પાર્ટીના સલાહકાર બની ગયા હતાં. નજત પ્રથમવાર રોન-અલ્પાઈનની કાઉન્સિલમાં ચૂંટાયા હતાં અને 2008 સુધી આ જ હોદ્દા પર રહ્યા હતાં.
2012માં તેમને ફ્રાન્સના પ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદની સરકારમાં મહિલા અધિકાર પ્રધાનની સાથે સરકારના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતાં. 2014થી તેઓ ફ્રાન્સના શિક્ષણપ્રધાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન