september-12-apple-may-to-launch-3-new-iphones
  • Home
  • Technology
  • એપલ 12 સપ્ટેમ્બરે લૉન્ચ કરશે 3 નવા આઈફોન, 50 હજાર રૂપિયાથી ઓછી હશે કિંમત

એપલ 12 સપ્ટેમ્બરે લૉન્ચ કરશે 3 નવા આઈફોન, 50 હજાર રૂપિયાથી ઓછી હશે કિંમત

 | 3:51 pm IST

એપલ તેના નવા આઈફોનને લઈને રોજ કોઈને કોઈ સમાચાર મળે છે. કોઈ રિપોર્ટમાં કહેવાય છે કે આઈફોનમાં ડ્યૂઅલ સિમવાળો ફોન આવશે, તો ક્યારેક સમાચાર આવે છે કે આઈફોન સસ્તી કિંમતવાળો ફોન લાવશે. એક સમાચાર મુજબ એપલ 12 સપ્ટેમ્બરે 3 નવા આઈફોન લૉન્ચ કરી રહ્યુ છે.

લીક રિપોર્ટમાં જણાવાયું છે કે કંપની દર વર્ષે સપ્ટેમ્બરમાં જ આઇફોન લોન્ચ કરે છે. જેમ કે 12 સપ્ટેમ્બરે એપલ ત્રણ નવા આઇફોન iPhone 9, iPhone 11 અને iPhone 11 પ્લસ રજૂ કરી શકે છે. રિપોર્ટમાં આ પણ દાવો કરવામાં આવ્યો છે કે આમાંથી આઇફોન 9ની કિંમત ઓછી હશે સાથે સાથે iPhone Xની જેમ 6.1 ઇંચ એલસીડી ડિસ્પ્લે મળશે અને ફેસ આઇડી પણ મળશે.

આ ઉપરાંત iPhone 11 અને iPhone 11 પ્લસ iPhone X 2 અને iPhone X પ્લસના નામથી પ્રસ્તુત કરી શકાય છે. આ બંને ફોનમાં અનુક્રમે 5.8 ઇંચ અને 6.5 ઇંચના OLED ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત આ નવા આઇફોનમાં 7nmના A11 પ્રોસેસર અને યુએસબી ટાઇપ-સી ચાર્જર મળશે. 6.1 ઇંચનું OLED ડિસ્પ્લે ધરાવતી iPhone 9 કિંમત $ 699 એટલે કે 48,968 iPhone X (2018) અને iPhone X પ્લસની પ્રારંભિક કિંમત $ 899 એટલે કે 62,988 રૂપિયા હશે.