september-2017-to-august-2018-during-railways-records-best-safety-figures-in-5-years
  • Home
  • India
  • રેલવેએ તેની સુરક્ષામાં કર્યા ધરખમ ફેરફાર, દુર્ઘટના થઇ ઓછી

રેલવેએ તેની સુરક્ષામાં કર્યા ધરખમ ફેરફાર, દુર્ઘટના થઇ ઓછી

 | 4:57 pm IST

રેલવે મુસાફરોની સુરક્ષા મામલે રેલવેએ ખુબજ નીંદા સહન કરી છે ત્યારબાદ મુસાફરોની સુરક્ષા વધારી તેમા સારો એવો સુધારો કર્યો છે. સપ્ટેમ્બર 2017થી ઓગસ્ટ 2018 વચ્ચે એક વર્ષમાં 75 દુર્ઘટનામાં 40 લોકોના જ મોત થયા છે. 5 વર્ષની સરખામણીમાં આ વર્ષે રેલવેમાં ઓછી દુર્ઘટના બની છે. રેલ મંત્રાલયના એક અધિકારીએ સરકારી આંકડાઓનો સંદર્ભ આપી આ માહિતી આપી છે. 2016થી ઓગસ્ટ 2017 વચ્ચે આઠ રેલવે દુર્ઘટના બની હતી. જેમાં 249 લોકો ઈજા પામ્યા છે.

ઈન્દોર પટના એક્સપ્રેસ પાટા પરથી ઉતરી હતી જેમાં 150થી વધુ મુસાફરો મોતને ભેટ્યા હતા. 2017થી 2018ના સમયે 40 લોકોના મોત નિપજ્યા હતા, આ સમય દરમિયાન બે મોટી દુર્ઘટના બની હતી.ઉત્તર પ્રદેશમાં એક સ્કૂલવાન ટ્રેનની ટક્કરમાં 13 બાળકોના મોત થયા હતા. ઓગસ્ટ 2018માં ટ્રેનની ટક્કર તેમજ પાટા પરથી ટ્રેન ખડી પડવાની ઘટનાઓ ખુબ ઓછી થઇ છે.

પાટાનું સમારકામ, નવીનીકરણ, નીયમીત સુરક્ષા સમીક્ષા, કર્મચારીઓને જરૂરી પ્રશિક્ષણ જેવા રેલના અભિગમથી સારો ફાયદો થયો છે. આ સીવાય માનવરહીત ક્રોસીંગ પણ હટાવી દેવામાં આવ્યા છે જેનાથી દુર્ઘટનાઓ ઘટી છે. રેલવે માર્ચ 2020માં સંપુર્ણ પણે આ યોજનાને પુરી કરશે. એટલે કે 2020 પછી કોઇ માનવરહીત ક્રોસીંગ નહી હોય.