સગાઈ પછી તરત સેરેનાએ આપ્યા 'ખુશખબર', પુરાવા જેવી તસવીર જોવા કરો ક્લિક - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • સગાઈ પછી તરત સેરેનાએ આપ્યા ‘ખુશખબર’, પુરાવા જેવી તસવીર જોવા કરો ક્લિક

સગાઈ પછી તરત સેરેનાએ આપ્યા ‘ખુશખબર’, પુરાવા જેવી તસવીર જોવા કરો ક્લિક

 | 1:41 pm IST

35 વર્ષની સેરેના વિલિયમ્સની ગણતરી ટોચની મહિલા ટેનિસ સ્ટાર તરીકે થાય છે. સેરેના પોતાની કરિયરમાં 71 સિંગલ્સ એવોર્ડ જીત્યા છે. તેમાંથી 22 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ એવોર્ડ તેના નામે છે. આ રેકોર્ડની સાથે જ તે ટેનિસ પ્લેયર સ્ટેફી ગ્રાફની બરાબરી કરી ચૂકી છે. તેના નામે 186 અઠવાડિયા સુધી વિશ્વની નંબર 1 પ્લેયર રહેવાનો પણ રેકોર્ડ છે. હાલમાં સેરેનાએ તે માતા બનવાની છે એવી જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. નોંધનીય છે કે થોડ સમય પહેલાં જ સેરેનાએ રેડ્ડિટના કો-ફાઉન્ડર એલેક્સિસ ઓહાનિયન સાથે સગાઇ કરી હતી. સગાઈના ગણતરીના દિવસોમાં જ તેણે મોટા ખુશખબર આપ્યા છે.

sarena

સોશિયલ મીડિયા પર જાહેરાત
સેરેનાએ તે માતા બનવાની છે એ વાતની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. તેણે યેલો બીકિનીમાં સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરી તેણે લખ્યું -’20 સપ્તાહ.’ આ તસવીર મીડિયામાં આવતા જ લોકોએ સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. ધ વુમન ટેનિસ એસોસિએશને પણ સેરેનાને ટ્વિટ કરી અભિનંદન આપ્યા છે. આ સિવાય ક્રિસ એવર્ટ જેવી ખેલાડીએ પણ સેરેનાને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા છે.

સેરેનાએ મારી પલ્ટી
સેરેનાએ આ ફોટો પોસ્ટ કરીને પ્રેગનન્સીની જાહેરાત બાદમાં તેની પોસ્ટ ડિલીટ કરી દીધી. આ કારણે હવે સેરેનાની પ્રેગનન્સીના સમાચાર ચર્ચાનો મુદ્દો બની ગયા છે.