Serena Williams to face Japanese player Osaka in US Open 2018 final
  • Home
  • Sports
  • US Open 2018: મા બન્યા બાદ બીજી વખત ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં સેરેના વિલિયમ્સ

US Open 2018: મા બન્યા બાદ બીજી વખત ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં સેરેના વિલિયમ્સ

 | 6:12 pm IST

અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે યુએસ ઓપનના ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. તે ૨૪મો ગ્રાન્ડસ્લેમ રેકોર્ડ જીતવાથી માત્ર એક પગલું દૂર છે. ફાઇનલમાં સેરેનાની ટક્કર જાપાનની ખેલાડી નિઓમી ઓસાકા સાથે થશે. જે યુએસ ઓપનમાં ફાઇનલમાં પહોંચનારી જાપાનની પ્રથમ ખેલાડી છે. ગત વર્ષે મા બન્યા બાદ પણ સેરેના એટલી જ ફિટ છે અને દમદાર પર્ફોર્મન્સ આપી રહી છે. વિમ્બલ્ડન ફાઇનલ સુધી પહોંચેલી સેરેનાએ યુએસ ઓપનના ફાઇનલમાં એન્ટ્રી લેવા માટે હરીફ ખેલાડી સેવાસ્તોવાને ૬-૩, ૬-૦થી પરાજય આપ્યો હતો. બીજી તરફ જાપાનની ઓસાકાએ સેમિફાઇનલમાં હરીફ ખેલાડી મેડિસન કિજને ૬-૨,૬-૪થી પરાજય આપ્યો હતો. હવે તેની ટક્કર સેરેના સાથે થશે.

હરીફ ખેલાડી પાસે ૧૩ બ્રેક પોઇન્ટસ હોવા છતાં ઓસાકાએ એકપણ વખત પોતાની ર્સિવસ બ્રેક થવા દીધી ન હતી. તેથી સેરેના માટે ઓસાકા સામે જીતવું બિલકુલ સરળ નહીં રહે. વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચનાર સેરેનાની જર્મનીની ખેલાડી કર્બર સામે હાર થઈ હતી. પરંતુ, ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પહોંચવામાં તે ખૂબ સફળ થઈ છે. આ અંગે સેરેનાએ જણાવ્યું હતું કે, સતત બે વખત ગ્રાન્ડસ્લેમ ફાઇનલ સુધી એન્ટ્રી મેળવીને હવે ફાઇનલમાં સ્થાન જમાવી લીધું છે. ટૂંકા સમયગાળામાં અહીં સુધી પહોંચીને હવે ખૂબ જ આનંદ અનુભવું છું. વર્ષ ૨૦૧૫-૧૬માં સેરેના વિલિયમ યુએસ ઓપનની સેમિફાઇનલમાં હારી ગઈ હતી. ઓસાકાએ ગત માર્ચ મહિનામાં વિલિયમ્સને હાર પહોંચી હતી.

સેરેના સાથે રમવું એ બાળપણનું સપનુ હતું.

જાપાનની ટેનિસ ખેલાડી નિઓમી ઓસાકાએ કહ્યું હતું કે, સેરેના સામે રમવું મારું બાળપણનું સ્વપ્ન હતું. જે સપનું હવે સાકાર થશે. હું ખૂબ ખુશ છું. હું સ્પષ્ટ નથી કે, આ ક્ષણને મારે એન્જોય કરવી જોઈએ કે એક મેચ તરીકે ધ્યાને લેવું જોઈએ. મારા માટે એક તેની સામે રમવું તે આક સારી તક છે. સેરેના આ વખતે પોતાના ટેનિસ કેરિયરની ૩૧મી ગ્રાન્ડ સ્લેમ રમશે. જ્યારે નવમી વખત યુએસ ઓપન રમતમાં તે છ વખત ચેમ્પિયન બની હતી. હાર કે જીત ગૌણ બાબત છે પણ એક આઇડિયલ ખેલાડી તરીકે હું સેરેનાને ધ્યાને લઉં છું. ફાઇનલ પહેલાંની મેચમાં ઓસાકાએ જણાવ્યું કે, તે ખૂબ સારી પ્લેયર છે.

શરૃઆતમાં જ ર્સિવસ ગુમાવતા ફટકો
સેરેનાએ ૨૪માં ગ્રાન્ડસ્લેમમાં શરૃઆતમાં ર્સિવસ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી સતત તેણે આક્રમણ યથાવત્ રાખ્યું હતું. સતત આઠ મેચ જીતીને સમગ્ર સેટ પોતાના નામે કર્યો હતો. જ્યારે બીજામાં ૪-૦નો સ્કોર બનાવ્યો હતો. સેરેનાએ જણાવ્યું હતું કે, જીતવાની તમન્ના હજુ પૂરી થઈ નથી. એક સંતાનની મા બન્યા બાદ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવા માટે ખૂબ મહેનત કરવી પડશે.