2 વર્ષના અફેર બાદ સેરેના વિલિયમ્સે કર્યા લગ્ન, પુત્રી પણ રહી હાજર pics - Sandesh
  • Home
  • Photo Gallery
  • 2 વર્ષના અફેર બાદ સેરેના વિલિયમ્સે કર્યા લગ્ન, પુત્રી પણ રહી હાજર pics

2 વર્ષના અફેર બાદ સેરેના વિલિયમ્સે કર્યા લગ્ન, પુત્રી પણ રહી હાજર pics

 | 6:34 pm IST

ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે બોયફ્રેન્ડ એલેક્સિસ ઓહાનિયન સાથે લગ્ન કરી લીધા છે. એલિક્સિસ બિઝનેસમેન છે. તે રેડિટ કંપનીનો કો-ફાઉન્ડર છે. સેરેના અને એલેક્સિસના લગ્નમાં મેહમાન તરીકે અમેરિકન ટીવી રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયન, સિંગર બેયોન્સ, ટેનિસ પ્લેયર કેરોલિના વોઝનિયાકી નજરે આવ્યા હતા. વેડિંગ બ્યૂટી એન્ડ બીસ્ટની થીમ પર થયા હતા. આ ગ્રેન્ડ વેડિંગ ન્યૂ ઓરલિયંસ શહેરમાં થયા, જેમાં અંદાજે 250 ગેસ્ટ સામેલ થયા હતા. સપ્ટેમ્બરમાં જ સેરેનાએ પુત્રીને જન્મ આપ્યો હતો અને તે પણ આ લગ્નમાં હાજર રહી હતી.

36 વર્ષીય સેરેના વિલિયમ્સ અને એલેક્સિસે ગતવર્ષે ડિસેમ્બરમાં સગાઈ કરી હતી, તેમની વચ્ચે 2 વર્ષ અફેર રહ્યું હતું.

લગ્નમાં મોબાઈલ પર હતો પ્રતિબંધ
સેરેના અને એલેક્સિસના લગ્નમાં આવેલા મહેમાનોને મોબાઈલ લાવવાની મંજૂરી નહોતી. લગ્નની તસવીરો બહાર ન જાય તે માટે આમ કરવામાં આવ્યું હતું. આ ગ્રાન્ડ વેડિંગના ફોટોશૂટનો કોન્ટ્રાક્ટ વોગ મેગેઝિનને આપવામાં આવ્યો હતો. લગ્નમાં આવેલા મહેમાનોને તેમના નામની ગોલ્ડ ટ્રોફી ભેટમાં આપવામાં આવી હતી. સેરેના પતિ એલેક્સિસ કરતા ઉંમરમાં 2 વર્ષ મોટી છે.