ઓસ્ટ્રેલિયન ઓપન: સેરેનાએ બહેન વિનસને હરાવી ટાઈટલ પર કર્યો કબજો

103

સેરેના વિલિયમ્સે વર્ષનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધુ છે. ફાઇનલ મેચમાં તેને પોતાની મોટી બહેન વિનસ વિલિયમ્સને 6-4,6-4થી સીધા સેટોમાં હરાવ્યું હતું. આ સેરેનાની કારકિર્દીનો 23મો ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સનું ટાઇટલ છે.

સેરેનાએ વિનસને હરાવી તોડ્યો સ્ટેફી ગ્રાફનો રેકોર્ડ

સેરેના વિલિયમ્સના નામે હવે 23 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ થઇ ગયા છે. તેને ગ્રાન્ડ સ્લેમ જીતવાને મામલે જર્મનીની પૂર્વ ટેનિસ પ્લેયર સ્ટેફી ગ્રાફ (22 ટાઇટલ)ને પાછળ છોડી દીધા છે. સેરેના હવે આ ઓપન એરાની સૌથી સક્સેસફુલ ટેનિસ પ્લેયર બની ગઇ છે. બીજી તરફ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવા મામલે હવે તે બીજા નંબરે આવી ગઇ છે. ઓસ્ટ્રેલિયાની માર્ગારેટ કોર્ટથી હજુ પણ તે એક ટાઇટલ પાછળ છે, જેના નામે સૌથી વધુ (24) ટાઇટલ જીતવાનો રેકોર્ડ છે. સેરેનાએ પોતાની કારકિર્દીમાં સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યુ છે

8 વર્ષ પછી થઇ વિલિયમ્સ બહેનોની ટક્કર

આ મેચ દરમિયાન બન્ને બહેન આશરે 8 વર્ષ પછી કોઇ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં આમને-સામને હતી. બન્ને બહેનો વચ્ચે અત્યાર સુધી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં 9 વખત મુકાબલો થયો છે, જેમાં સેરેનાએ 7 મેચ જીતી છે જ્યારે વિનસના નામે માત્ર બે જીત જ છે.