Serious allegations made by Vedanta Vallabh Swami against the treasury of Vadtal Swaminarayan temple
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Featured
 • મોટા ખુલાસા: ઘનશ્યામશાસ્ત્રીને રોજ બપોરે-રાત્રે સેક્સ કરવા જોઈતું, પાપલીલાનો પર્દાફાશ ન થાય તેના માટે અનેક મરાવી નાખ્યા’

મોટા ખુલાસા: ઘનશ્યામશાસ્ત્રીને રોજ બપોરે-રાત્રે સેક્સ કરવા જોઈતું, પાપલીલાનો પર્દાફાશ ન થાય તેના માટે અનેક મરાવી નાખ્યા’

 | 7:59 am IST
 • Share

જ્યાં પ્રભુના ગુણગાન ગાઈને મનુષ્યને મોક્ષ તરફ ગતિ કરવા પ્રેરિત કરવામાં આવે છે તેવા સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુ કોઠારી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો સંસ્થાના જ યુવા સંતે આક્ષેપ કરતા ચકચાર મચી છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામશાસ્ત્રી સામે તેમના જ યુવાન શિષ્ય સંત વેદાંતવલ્લભ સ્વામીએ છેલ્લા સાત વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હોવાનો આક્ષેપ કર્યો છે. કોઠારી સામે ફિટકારની લાગણી વરસી છે. વડતાલ મંદિરની આ શરમજનક ઘટના બહાર આવતા હરિભક્તોમાં અને લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. મંદિર જેવી પવિત્ર જગ્યામાં આવી ઘટનાથી લોકો આઘાતમાં સ્તબ્ધ બન્યા છે.

સાધુ સમાજનું લોકોમાં માન ઘટી જાય તેવી આ ઘટનાની વિગતો એવી છે કે વડતાલ મંદિરના પૂર્વ મુખ્ય કોઠારી ઘનશ્યામશાસ્ત્રી વિરુધ્ધ તેમના જ યુવાન શિષ્ય વેદાંતવલ્લભ સ્વામીએ એવો આક્ષેપ કર્યો છે કે ઘનશ્યામશાસ્ત્રી સાતેક વર્ષથી તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા. બળજબરીથી અસંખ્ય વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આક્ષેપ કરનાર સ્વામીએ એક વીડિયો પણ વાયરલ કર્યો છે. જેમાં તેમણે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો છે.

સ્વામીના આક્ષેપ મુજબ ઘનશ્યામશાસ્ત્રીના કરતૂત અંગે ગયા મહિનાના અંતે સત્સંગ મહાસભા યોજાઈ હતી ત્યારે મહાસભાના પ્રમુખ નૌતમસ્વામી, સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ તથા અન્ય સંતોને ૩૨ પાનાનો પત્ર લખ્યો હતો. પત્રમાં ૨૦૧૩ની સાલથી શરૂ કરીને જુદા જુદા સ્થળોએ વેદાંતવલ્લભ સ્વામીનું કેવી શારીરિક શોષણ કરવામાં આવ્યું તેનું વર્ણન કર્યું છે.

આ પત્ર આપ્યા બાદ વડતાલ પાસેના સંજાયા ગામના એક હરિભક્તે ચકલાસી પોલીસ મથકમાં ઘનશ્યામશાસ્ત્રી અને તેમના મળતીયા સંતો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગ સાથે અરજી આપી હતી. પરંતુ પોલીસ અને વડતાલ સંપ્રદાયના સંતોએ જ્યાં સુધી ફરિયાદી પોતે ફરિયાદ ન આપે ત્યાં સુધી કોઈ કાર્યવાહી થઈ ન શકે તેમ કહીને મામલો દબાવી દીધો હતો.

પોલીસે કાર્યવાહી નહીં કરતા એક માસથી ભૂગર્ભમાં જતા રહેલા વેદાંતવલ્લભ સ્વામીએ ૪૫ મિનિટનો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે ખૂબ ધીમા અને દબાયેલા અવાજમાં દુષ્કર્મની વાત કહી છે જે તેમણે ૩૨ પાનાના પત્રમાં પણ વર્ણવી હતી. આ વીડિયો કંડારી ગામના ગુરુકુળની યુ-ટયૂબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે.

કોઠારીને તગેડી મૂક્યા છતાં જાતે ભગવા કપડાં પહેરી મંદિરમાં કબજો જમાવ્યો

વડતાલ મંદિરના પૂર્વ ચેરમેન અને પદભ્રષ્ટ કરાયેલા મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીનો ઈતિહાસ ઘણા લાંબા સમયથી ખરડાયેલો છે. તેના ગુરૂ નંદકિશોર સ્વામી સાથે સંબંધ વણસતા અગાઉ બેથી ત્રણ વખત મંદિરમાંથી ભગવા ઉતારી સફેદ વસ્ત્રો પહેરાવી તગેડી મુકાયા હતા. ત્યારબાદ દીક્ષા ગ્રહણ કરી જાતે જ ભગવા પહેરી મંદિરમાં કબજો જમાવ્યો હતો.

કોઠારીને તગેડી મૂક્યા છતાં જાતે ભગવા કપડાં પહેરી મંદિરમાં કબજો જમાવ્યો

વડતાલ મંદિરના પૂર્વ ચેરમેન અને પદભ્રષ્ટ કરાયેલા મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીનો ઈતિહાસ ઘણા લાંબા સમયથી ખરડાયેલો છે. તેના ગુરૂ નંદકિશોર સ્વામી સાથે સંબંધ વણસતા અગાઉ બેથી ત્રણ વખત મંદિરમાંથી ભગવા ઉતારી સફેદ વસ્ત્રો પહેરાવી તગેડી મુકાયા હતા. ત્યારબાદ દીક્ષા ગ્રહણ કરી જાતે જ ભગવા પહેરી મંદિરમાં કબજો જમાવ્યો હતો.

વેદાંતવલ્લભ સ્વામીએ કરેલા ગંભીર આક્ષેપો

 • ઘનશ્યામશાસ્ત્રીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની શરૂઆત જૂન-૨૦૧૩થી કરી હતી
 • ઘનશ્યામશાસ્ત્રીને રોજ બપોરે અને રાત્રે સેક્સ કરવા જોઈતું હતું
 • ઘનશ્યામશાસ્ત્રીના શિષ્ય દિવ્યવલ્લભે તેમની પાપલીલા બહાર ના આવે તે માટે ધમકીઓ આપી છે, કેટલાકને મરાવી પણ નાખ્યા છે
 • ઘનશ્યામશાસ્ત્રીએ અસંખ્ય છોકરાઓનું શારીરિક શોષણ કર્યું છે
 • પ્રબોધિની એકાદશી, તહેવારો, અમાસ, પૂનમ, ઉત્સવોની રાત્રે પણ શોષણ કરતા હતા
 • ઘનશ્યામશાસ્ત્રીના સેક્સકાંડમાં તેના નવ શિષ્ય દર્શનવલ્લભ, રણછોડ ભગત, નિષ્કામવલ્લભ, વિજ્ઞાનવલ્લભ, રસિકવલ્લભ, વિવેકવલ્લભ વગેરે સામેલ છે
 • કંડારી, નાવલી, કુંડળ, ધ્રાંગધ્રા, સુરત, જેતપુર, ભૂજ, જૂનાગઢ, ઋષિકેશ, હરિદ્વાર, માનસરોવર, લોયા, વડતાલ જેવા પવિત્ર યાત્રાધામોમાં દુષ્કર્મ આચર્યું છે
 • ઘનશ્યામશાસ્ત્રી જે રૂમમાં ઠાકોરજી રાખે છે તેમની સામે જ મારી પર અનેકવાર દુષ્કૃત્ય કર્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન