Serum Institute 1 Million Astrazeneca Corona Vaccine Doses Back : South Africa
  • Home
  • Featured
  • ફરી માથુ ઉંચકી રહેલા કોરોનાની મહામારી વચ્ચે દક્ષિણ આફ્રિકાનો સિરમને જોરદાર ઝાટકો

ફરી માથુ ઉંચકી રહેલા કોરોનાની મહામારી વચ્ચે દક્ષિણ આફ્રિકાનો સિરમને જોરદાર ઝાટકો

 | 9:30 am IST
  • Share

એક તરફ જ્યારે કોરોના વાયરસે (Corona Virus) દક્ષિણ આફ્રિકા (South Africa)માં હાહાકાર મચાવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેને (Corona New Strain) દુનિયાભરમાં નવેસરથી એક દહેશત ઉભી કરી છે. તો બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ આ ગંભીર સ્થિતિ વચ્ચે ભારતની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની (Vaccine Company) સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institutes Of India)ને તેની એસ્ટ્ર્રાજેનેકા (Astrazeneca)ની વેક્સીન પાછી ખેંચી લેવા કહ્યું છે.

દક્ષિણ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ને કોરોનાની વેક્સિનના 10 લાખ ડોઝ પરત લેવાનું કહ્યું છે. સીરમે ફેબ્રુઆરીમાં આ ડોઝ મોકલ્યા હતા. એક સપ્તાહ પહેલા જ આફ્રિકાએ કહ્યું હતું કે, AstraZeneca રસીને તેના વેક્સિનેશન પ્રોગ્રામ (Vaccination Program)માં ઉપયોગને હાલમાં રોકી દેવામાં આવશે. SII AstraZeneca નું સૌથી મોટુ સપ્લાયર છે. ભારતે પાછલા સપ્તાહે 10 લાખ ડોઝ દક્ષિણ આફ્રિકામાં મોકલ્યા હતા અને આગામી કેટલાક સપ્તાહમાં 5 લાખ ડોઝ મોકલવાના હતા.

આ આપ્યું કારણ

દક્ષિણ આફ્રિકા સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, એક ક્લિનિકલ ટ્રાયલમાં સામે આવ્યું કે, કોરોના વાયરસના 501Y.V2 સ્ટ્રેનની ઓછી ગંભીર બીમારી પર વધુ અસર નથી. ત્યારબાદ વેક્સિનેશન પ્રોગ્રામમાં તેના ઉપયોગને રોકી દેવામાં આવ્યો હતો. આફ્રિકાની વિટવોટસેન્ડ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના અભ્યામાં મળેલા ડેટાના આધાર પર AstraZenecaએ કહ્યું હતું કે, તેની વેક્સિન આ સ્ટ્રેનની વિરુદ્ધ મર્યાદિત સુરક્ષા આપી રહી

એક તરફ જ્યારે કોરોના વાયરસે (Corona Virus) દક્ષિણ આફ્રિકા (South Africa)માં હાહાકાર મચાવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેને (Corona New Strain) દુનિયાભરમાં નવેસરથી એક દહેશત ઉભી કરી છે. તો બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ આ ગંભીર સ્થિતિ વચ્ચે ભારતની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની (Vaccine Company) સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institutes Of India)ને તેની એસ્ટ્ર્રાજેનેકા (Astrazeneca)ની વેક્સીન પાછી ખેંચી લેવા કહ્યું છે.

દક્ષિણ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ને કોરોનાની વેક્સિનના 10 લાખ ડોઝ પરત લેવાનું કહ્યું છે. સીરમે ફેબ્રુઆરીમાં આ ડોઝ મોકલ્યા હતા. એક સપ્તાહ પહેલા જ આફ્રિકાએ કહ્યું હતું કે, AstraZeneca રસીને તેના વેક્સિનેશન પ્રોગ્રામ (Vaccination Program)માં ઉપયોગને હાલમાં રોકી દેવામાં આવશે. SII AstraZeneca નું સૌથી મોટુ સપ્લાયર છે. ભારતે પાછલા સપ્તાહે 10 લાખ ડોઝ દક્ષિણ આફ્રિકામાં મોકલ્યા હતા અને આગામી કેટલાક સપ્તાહમાં 5 લાખ ડોઝ મોકલવાના હતા.

આ આપ્યું કારણ

દક્ષિણ આફ્રિકા સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, એક ક્લિનિકલ ટ્રાયલમાં સામે આવ્યું કે, કોરોના વાયરસના 501Y.V2 સ્ટ્રેનની ઓછી ગંભીર બીમારી પર વધુ અસર નથી. ત્યારબાદ વેક્સિનેશન પ્રોગ્રામમાં તેના ઉપયોગને રોકી દેવામાં આવ્યો હતો. આફ્રિકાની વિટવોટસેન્ડ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના અભ્યામાં મળેલા ડેટાના આધાર પર AstraZenecaએ કહ્યું હતું કે, તેની વેક્સિન આ સ્ટ્રેનની વિરુદ્ધ મર્યાદિત સુરક્ષા આપી રહી છે.

કંપનીએ કહ્યું હતું કે, હવે નવા વાયરસ માટે આ વેક્સિનને તૈયાર કરવામાં આવશે. આ નવી રસી ટૂંક સમયમાં જ તૈયાર કરી લેવામાં આવશે. મહામારીના આટલા મહિનામાં કોરોના વાયરસ હજારો વખત મ્યૂટેડ થયો છે પરંતુ વૈજ્ઞાનિકોને ત્રણ સ્ટ્રેનને લઈને ચિંતા છે જે પહેલા કરતા વધુ આક્રમક છે. તેમાં બ્રિટનના કેન્ટ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલનો સ્ટ્રેન સામેલ છે. તેમાંથી દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન વેક્સિનની વિરોધ પ્રતિરોધક જોવા મળી રહ્યો છે અને દુનિયાના ઘણા ભાગમાં પહોંચી ગયો છે.

છે.

નવા વાયરસથી ચિંતા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો