સેવા કેન્દ્ર સામેના દબાણો તૂટતાં પાલિકામાં હોબાળો મચાવાયો - Sandesh
  • Home
  • Mehsana
  • સેવા કેન્દ્ર સામેના દબાણો તૂટતાં પાલિકામાં હોબાળો મચાવાયો

સેવા કેન્દ્ર સામેના દબાણો તૂટતાં પાલિકામાં હોબાળો મચાવાયો

 | 3:02 am IST

મહેસાણા

મહેસાણામાં રસ્તાઓ ઉપર નગર પાલિકાએ શરૂ કરેલી દબાણ હટાવ ઝુંબેશને વેપારીઓમાં પણ આવકાર મળી રહ્યો છે. હવે, અધિકાંશ વેપારીઓ પોતાની દુકાનો સામેનાં દબાણ સ્વયંભૂ તોડી રહ્યા છે. પાકાં દબાણ તોડવાની આ ઝુંબેશ કોઈની પણ શેહ હરમ વિના ચાલુ રહે તેવી માંગણી ઉઠવા પામી છે. બીજી તરફ, નગર પાલિકાની દબાણ હટાવ ટુકડી સમગ્ર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો તોડી પાડવા માટે મક્કમ છે.

અહેવાલ વચ્ચે ઈન્સેટ કરેલી તસ્વીરમાં વેપારીઓ સ્વખર્ચે દબાણ તોડી રહેલા દૃષ્ટિગોચર થાય છે રસ્તા ઉપરના પાકાં દબાણો હટતાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. તૂટેલાં દબાણનો કાટમાળ તાકીદે ઉપાડી લેવા માટે પણ પાલિકા તંત્ર સજ્જ બન્યું છે. જેના કારણે તૂટેલો કાટમાળ વેપારીઓ કે વાહન ચાલકોને અડચણ રૂપ ન થાય. બીજી તરફ, મહેસાણામાં સ્ટેશન રોડ આવેલા જિલ્લા પંચાયત ર્નિિમત કોર્મિસયલ કોમ્પલેક્ષ સામેથી નકશાનું નિરીક્ષણ કર્યા બાદ દબાણો તોડી પાડવામાં આવતાં વિવાદ પાલિકા કચેરીએ પહોંચ્યો હતો અને ૯૯ વર્ષના ભાડાપટ્ટે દુકાનો ખરીદનાર તેમજ તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. એક તબક્કે શાબ્દિક ટપાટપી સર્જાઈ હતી. આ બાંધકામ જિલ્લા પંચાયતે કર્યા હોવાની દલીલ કરી દબાણો હટાવવાના મામલે વિરોધ કરાવ્યો હતો. જો કે, પાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ આગળ ધપાવવાની મક્કમતા જાહેર કરી છે.

અમદાવાદ : મહેસાણા શહેરના તોરણવાળી ચોકમાં નિર્માણ કરાયેલું અને વર્ષોથી વિવાદમાં ઘેરાયેલા જિ. પંચાયતના શોપિંગ સેન્ટર આગળ જાહેર માર્ગને અડચણરૂપ ઓટલાના પાકાં બાંધકામ કરાયેલા દબાણને તોડવા પહોંચેલી પાલિકાની દબાણ હટાવ ટીમને શોપિંગ સેન્ટર પર કબજો જમાવી લેનારા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અંબાલાલ પટેલ (ભૂરી) સહિતના કથિત આગેવાનોએ અટકાવતાં ભારે હોબાળો મચ્યો હતો.

સેવા કેન્દ્રના સંચાલકોએ ચીફ ઓફિસર પાસે નક્શો માગી દબાણ કર્યા છે તે બતાવોનો આગ્રહ રાખી જિ.પં.એ બાંધકામ કર્યું તેમાં અમો શું કરીએનું કહી દબાણ નહીં તોડવાનું કહી જેસીબી મશીનના આડે ઊભા રહી જતાં વાતાવરણ ગરમાયું હતું, પરંતુ ચીફ ઓફિસરે નકશો મગાવી હદની ખરાઈ કરતા શોપિંગ સેન્ટરની સેવા કેન્દ્ર આગળ ચણી નાખેલા ઓટલા અનઅધિકૃત જણઈ આવતાં આખરે દબાણ તોડી દેવાયું હતું.