NIFTY 10,121.90 -19.25  |  SENSEX 32,370.04 +-30.47  |  USD 64.8050 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સરકારની મોટી જાહેરાત, ગ્રાહકો પોતાની મરજીથી હોટલોમાં સર્વિસ ચાર્જ ચૂકવી શકશે

સરકારની મોટી જાહેરાત, ગ્રાહકો પોતાની મરજીથી હોટલોમાં સર્વિસ ચાર્જ ચૂકવી શકશે

 | 5:27 pm IST

કેન્દ્ર સરકારે સર્વિસ ચાર્જને લઇને આદેશ આપ્યો છે કે સર્વિસ ચાર્જ આપવો જરૂરી નથી. પીએમઓ તરફથી પણ આ અંગે મંજૂરી મળી ગઇ છે.

હોટલ, ઢાબા, અને રેસ્ટોરાંમાં ફૂડ બિલ પર સર્વિસ ચાર્જ લગાવો ગેરકાયદે ગણાશે. તેના માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એડવાઇઝરી મોકલશે જેથી કરીને ગ્રાહકોનું આર્થિક શોષણ અટકી શકે.

પીએમઓની એડવાઇઝરી પર મંજૂરી મળ્યા બાદ હવે તેને રાજ્યોની સાથે તમામ કેન્દ્રશાસિત ક્ષેત્રોને પણ મોકલાશે. આ એડવાઇઝરીના સહારે ગ્રાહકો અધિકારો માટે સંઘર્ષ કરનાર સ્વયંસેવી સંગઠનોને ખૂબ જ મદદ મળશે. કોઇપણ ગ્રાહકને સર્વિસ ચાર્જની ચૂકવણી માટે બંધાશે નહીં. ગ્રાહક કોઇ વેટરને ટિપ્સ આપવા માંગે તો તે આપી શકે છે.

પીએમઓની પાસેથી મંજૂરી અંગે પૂછવા પર કહ્યું કે કોઇપણ ગ્રાહકના બિલમાં તેની મંજૂરી વગર સર્વિસ ચાર્જને જોડશે તો ગેરકાયદેસ ગણાશે. તેની વિરૂદ્ધ ગ્રાહક સંરક્ષણ અધિનિયમની અંતર્ગત કાર્યવાહી થઇ શકે છે.

આ બાબતે હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસીએશનની સાથે થોડાંક દિવસ પહેલાં બેઠક યોજાઈ હતી અને આ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા પણ થઇ હતી.

હોટલ અને રેસ્ટોરાંમાં જમવાનું બર્બાદ થવા પર પાસવાને ગંભીર ચિંતા વ્યક્ત કરી. પરંતુ તેમણે આ મુદ્દે કોઇ કાયદો બનાવાની સ્પષ્ટતાનો ઇન્કાર કર્યો. આ દિશામાં લોકોએ જાતે જ જાગૃત થવાની અપીલ કરી. હોટલ અને રેસ્ટોરાંમાં જાતે જ જાગૃત બની પગલાં ઉઠાવે જેથી જમવાનું બગડે નહીં.