દુર્ભાગ્ય દૂર કરવા મકરસંક્રાંતિ પર તલનો આ રીતે કરજો ઉપયોગ - Sandesh
  • Home
  • Astrology
  • દુર્ભાગ્ય દૂર કરવા મકરસંક્રાંતિ પર તલનો આ રીતે કરજો ઉપયોગ

દુર્ભાગ્ય દૂર કરવા મકરસંક્રાંતિ પર તલનો આ રીતે કરજો ઉપયોગ

 | 6:02 pm IST

મકરસંક્રાંતિ એટલે પતંગ ચગાવવાનો પર્વ, આ માન્યતા યુવાવર્ગના માનસમાં ઘર કરી ગઈ છે. પરંતુ આ દિવસ દાન-પુણ્ય કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ પણ આગવું મહત્વ ધરાવે છે. મકર સંક્રાંતિના દિવસે શુભ મુહૂર્તમાં નદી અથવા સરોવરમાં સ્નાન કરવાનો પણ મહિમા છે. મકરસંક્રાતિના દિવસે ઘરમાં વિવિધ પ્રકારના પકવાન પણ બને છે. આ દરેક વાનગીમાં તલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. કારણ કે આ દિવસે તલનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિના દિવસને વધારે શુભ અને લાભદાયી બનાવવા માટે તલનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ. સ્નાન પહેલા તલના તેલની શરીરે માલિશ કરવી ત્યારબાદ સ્નાન કરી સૂર્ય દેવની પૂજા કરવાથી સૂર્યકૃપા તમારા પર થશે. આ ઉપરાંત તલના અન્ય ઉપાયો કરવાથી પણ લાભ થાય છે. કયા છે આ ઉપાય જાણી લો આજે તમે પણ.

– મકરસંક્રાંતિના દિવસે તાંબાના કળશમાં તલ ભરી તેના ઉપર ગોળનો ટુકડો રાખી બ્રાહ્મણોને દાન કરી દેવું.
– સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યની સામગ્રીઓ સાથે તલમાંથી બનેલી ખાદ્ય સામગ્રી દાન કરવી.
– નહાવાના પાણીમાં સફેદ તલ પધરાવી દેવા અને તેનાથી સ્નાન કરવું.
– સફેદ તલનું યથાશક્તિ યોગ્ય વ્યક્તિને દાન કરવું.
– ભગવાનને ભોગમાં તલ ગોળ ધરાવવા અને તે પ્રસાદ સ્વયં ભોજન કરતાં પહેલાં ગ્રહણ કરવો.

મકરસંક્રાંતિના દિવસે તલને વિવિધ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. કારણ કે આ દિવસે તેલના ઉપયોગનું સૌથી વધારે મહત્વ હોય છે. આ કાર્યો કરવાથી દુર્ભાગ્યમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયની સેવા કરવાનું પણ મહત્વ રહેલું છે. આ દિવસે ઘરમાં બનેલા ભોજનમાંથી સૌથી પહેલા ગાયને ભોજન કરાવવું. ભોજનની સામગ્રી ખવડાવ્યા બાદ પાણી પણ પીવડાવવું. આ કર્મ કરવાથી પિતૃદોષ પણ શાંત થાય છે.