NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4250 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ગૌરક્ષા માટે ક્યારેય ન લેવાયો હોય તેવો નિર્ણય યોગી સરકારે લીધો

ગૌરક્ષા માટે ક્યારેય ન લેવાયો હોય તેવો નિર્ણય યોગી સરકારે લીધો

 | 7:50 pm IST

ઊત્તરપ્રદેશ રાજ્યમાં આવેલી જેલોમાં ગૌશાળાઓ શરૃ કરવાની દરખાસ્ત પર ઉત્તર પ્રદેશ સરકાર કામગીરી બજાવી રહી છે. જેલો માટેના રાજ્ય કક્ષાના પ્રધાન જયકુમાર સિંઘે જણાવ્યું હતું કે, ગૌશાળાઓ ઊભી કરવાની સંભાવના વિશે તમામ જેલો પાસેથી જેલ વિભાગે માહિતી માગી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગૌતમ બુદ્ધનગર જેલમાં ગૌશાળા ઊભી કરવાનું કામ શરૃ થઈ ગયું છે.

ગત્ વર્ષે ભારતીય જનતા પક્ષશાસિત હરિયાણાએ તેની જેલોમાં ગૌશાળાઓ સ્થાપવાની જાહેરાત કરી હતી. અલાહાબાદમાં નૈની જેલમાં અગાઉથી ગૌશાળા છે. જયકુમારે જણાવ્યું હતું કે અમારી પાસે માનવબળ છે અને મોટાભાગની જેલોમાં ગૌશાળા ઊભી કરવા માટે પૂરતા પ્રમાણમાં જમીન ઉપલબ્ધ છે. સરકાર પાસેથી થોડું અનુદાન મેળવીને અને સામાજિક કાર્યકરો તથા નાગરિકો પાસેથી સહાય મેળવીને ગૌશાળાઓને ચલાવવાનો અમારો ઈરાદો છે.

તમામ જિલ્લામાં ગૌશાળા વિશે મુખ્ય પ્રધાને અગાઉથી જાહેરાત કરી હતી
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અગાઉથી એવી જાહેરાત કરી હતી કે તેમની સરકાર રખડતી ગાયો માટે તમામ જિલ્લાઓમાં ગૌશાળાઓ ઊભી કરશે. જોકે, જયકુમારે જણાવ્યું હતું કે જેલ વિભાગની દરખાસ્ત રખડતાં પ્રાણીઓને સમાવવા માટે લક્ષ્યાંકિત નથી, પરંતુ કેદીઓ માટે અન્ય ઉત્પાદકીય પ્રવૃત્તિ વિકસાવવા માટેનો પણ આશય ધરાવે છે.

જેલોમાં દૂધાળી ગાયોને રખાશે, ઓર્ગેનિક ફાર્મિંગ માટેનું મોડલ વિકસાવાશે
જયકુમારે કહ્યું હતું કે, દૂધાળી ગાયોને ત્યાં રખાશે. જેલોમાં ખેતીવાડીની જમીનમાં સેન્દ્રિય ખેતીવાડી (ઓર્ગેનિક ફાર્મિંગ) માટેનું મોડલ વિકસાવવામાં મદદરૃપ થવા માટે પણ ગૌશાળાનો ઉપયોગ કરવા માગીએ છીએ. ત્યાં ખેતરોમાં શાકભાજીની ખેતી કરવા માટે ગાયના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરાશે.