આકાશમાં દેખાયા સાત કલાક સુધી સાત રંગ - Sandesh
NIFTY 10,406.95 +28.55  |  SENSEX 33,867.42 +92.76  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS

આકાશમાં દેખાયા સાત કલાક સુધી સાત રંગ

 | 5:11 pm IST

 

તાઈવાનની રાજધાની તાઈપેમાં સાત કલાક સુધી મેઘનુષના સાત રંગ દેખાયા હતાં. ચીનની કલ્ચરલ યુનિવર્સિટીના એટમોસફિયર સાઈન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ચાઉ કુ-હસુઆને જણાવ્યું છે કે આ અદભૂત દ્રશ્ય હતું. આકાશ તરફથી નજરાણુ હોય તેમ લાગતું હતું. આ દ્રશ્ય જવલ્લેજ જોવા મળે છે.

પ્રોફેસર હસુઆનના ફોટા અને વીડિયો પરથી જણાતું હતું કે મેઘધનુષનો સવારે આરંભ થયો હતો અને સાંજે 3.55 વાગ્યા સુધી આકાશમાં દેખાતું હતું. આમ આ મેઘધનુષનો સાત કલાક અને 58 મિનિટ સુધી નજારો જોવા મળ્યો હતો. જો આને સત્તાવાર રીતે સમર્થન અપાય તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેનો સમાવેશ કરી શકાય છે. 14 માર્ચ 1994માં ઈગ્લેન્ડના યોર્કશાયરમાં સૌથી વધારે સમય એટલે છ કલાક સુધી મેઘધનુષ દેખાયું હતું.