seven miraculous temples of India
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ચમત્કારથી રાતોરાત સર્જાયા હતા ભારતના આ 7 મંદિરો

ચમત્કારથી રાતોરાત સર્જાયા હતા ભારતના આ 7 મંદિરો

 | 7:24 pm IST

ઘર અને મંદિર બનાવવું એક દિવસનું કામ નથી. તેને બનાવવા માટે કેટલાય મહિનાઓ અને વર્ષો લાગી જાય છે. આવી સ્થિતિમાં કોઈને પણ માનવું મુશ્કેલ થઈ જશે કે, કેવી રીતે આ 7 મંદિરો એક રાતમાં બનાવવામાં આવ્યા હતા. હવે તમે માનો કે ન માનો, પરંતુ જે વાર્તાઓ અને વાતો સામે છે જે કહે છે કે, ભારતના આ 7 પ્રાચીન મંદિરોનું નિર્માણ એક જ રાતમાં થયું છે. ચાલો જોઈએ કે એક રાતમાં બાંધેલા 7 મંદિરો કયા છે અને તેમના પાછળનું રહસ્ય શું છે.

બિહારનું સૂર્ય મંદિર
બિહારના ઔરંગાબાદ જિલ્લામાં એક પ્રાચીન સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે, ભગવાન વિશ્વકર્માએ એક જ રાતમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું.

ચક્કીની અવાજથી અધૂરૂં રહી ગયું આ મંદિર
વૃંદાવનમાં સ્થિત દેવજી મંદિર વિશે કહેવામાં આવે છે કે, મંદિરનું નિર્માણ પણ કૃષ્ણની એક લીલા છે. ધ્યાનથી જોઇએ તો લાગે છે કે, આ મંદિરનું નિર્માણ કાર્ય થોડું અધૂરું લાગશે. એવી લોકવાયકા છે કે, આ મંદિરનું બાંધકામ દૈવી શક્તિઓ દ્વારા એક રાતમાં કરાવામાં આવ્યું હતું. સૂર્યોદયથી પહેલાં કોઇએ ચક્કી પીસવાની શરૂ કરી દીધી હતી. કેમ કે સાંસારિક ગતિવિધિઓ વચ્ચે દૈવી શક્તિઓ રહી શકતી નથી. તેથી દેવો આ નિર્માણ કાર્ય અધૂરું છોડીને જતા રહ્યા હતા.

મેરઠના શિંભૌલીમાં ભૂતનું મંદિર
ઉત્તરપ્રદેશના મેરઠમાં સિંભૌલી ગામમાં એક મંદિર છે. સ્થાનિક લોકોમાં આ મંદિર વિશે માન્યતા છે કે, આ મંદિરનું નિર્માણ ભૂતોએ એક રાતમાં કર્યું હતું. તેથી તેને ‘ભૂતનું મંદિર’ પણ કહેવામાં આવે છે. આ મંદિર સંપૂર્ણપણે લાલ ઈંટોથી બનાવવામાં આવ્યું છે. તેની ખાસિયત એ છે કે, આ ઇંટોને જોડવા માટે કોઈ સિમેન્ટ અથવા ચૂનાનો ઉપયોગ થયો નથી. આ મંદિરની ટોચ પર થોડી લીલ છે. બાકી, કોઈ પરિવર્તન કે તૂટફૂટ નથી. લોકો કહે છે કે લીલ એટલે મંદિરની ટોચ પર છે, કારણ કે જ્યારે ટોચનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે સૂર્યોદય થઈ ગયું હતું અને ભૂતો ભાગી ગયા હતા.

આજની એન્જિનિયરીંગ પણ છે નિષ્ફળ
ઝારખંડના દેવધર ખાતેના પાર્વતી મંદિર વિશે કહેવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માએ એક જ રાતમાં આ મંદિરનું નિર્માણ કર્યું છે. મંદિર પરિસરમાં દેવી પાર્વતી, ભગવાન બૈજનાથ અને વિષ્ણુ ભગવાનનું મંદિર છે. આ પ્રાંગણમાં દેવી પાર્વતી મંદિરના મંદિર પર છાપરું નથી. લોકોની માન્યતા છે કે, મરઘાની બાંગ સાંભળીને દૈવી શક્તિઓ પાછી જતી રહી. જોકે મરઘાએ સમયથી પહેલા જ બાંગ આપી દીધી હતી અને આવું મરઘાએ માતા પાર્વતીના કહેવાથી કર્યું હતું. કેમ કે, માતા પાર્વતી ઇચ્છતા નહોતા કે તેમનું મંદિર ભગવાન શંકરથી મોટું બને.

ભોલેના ગણોથી મંદિરનું નિર્માણ
મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાં કકનમઠ શિવ મંદિર આવેલું છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે મોટા-મોટા પથ્થરોથી આ મંદિરનું નિર્માણમાં કરવામાં આવ્યું છે. તેમજ તેને બનાવવા માટે કોઈ સિમેન્ટનો ઉપયોગ થતો નથી. તો પણ, આ મંદિર મોટા મોટા પવનની સામે પણ ઉભું છે. આ મંદિરનું નિર્માણ કચ્છવાહા રાજવંશના રાજા કિર્તી સિંહના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે, આ મંદિર ભગવાન શિવના ગણો અને ભૂતો દ્વારા બનાવવામાં આવ્યું હતું.

આ મંદિરને શાપિત માનવામાં આવે છે
ઉત્તરાખંડના પીથોરાગઢમાં હથિયા દેવાલ મંદિર આવ્યું છે. આ મંદિરને શ્રાપવાળું મંદિર ગણવામાં આવે છે અને ત્યાં કોઈ પણ જાતની પૂજા કરવામાં આવતી નથી. એવું કહેવાય છે કે, આ મંદિરને એક હાથવાળા મિસ્ત્રીએ એક જ રાતમાં તૈયાર કરી દીધું હતું. પરંતુ તે ભૂલી ગયો કે શિવલિંગનું અર્ઘા દક્ષિણ દિશામાં સ્થાપિત થઈ ગયું છે, જેને પૂજા માટે યોગ્ય ગણવામાં આવતું નથી.

ઉત્તર ભારતનું સોમનાથ મંદિર
મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં ભોજેશ્વર મંદિર આવેલું છે. આ મંદિરને ઉત્તર ભારતના સોમનાથ મંદિર તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરની ઘણી વાર્તાઓ અને માન્યતાઓ છે. જેમાંની એક એ છે કે, આ મંદિર દ્વાપર યુગ અને પાંડવોથી સંબંધિત છે. પાંડવોએ તેમની માતા કુંતી માટે પ્રાર્થના કરવા આ શિવ મંદિરની સ્થાપના કરી હતી અને રાતોરાત આ વિશાળ શિવલિંગનું નિર્માણ કર્યું હતું. આ મંદિર એક ટેકરી પર આવેલું છે.