સેક્સ ચેટ માટે ISIને ગુપ્ત માહિતી આપનાર હવાઈદળના અધિકારીની ધરપકડ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સેક્સ ચેટ માટે ISIને ગુપ્ત માહિતી આપનાર હવાઈદળના અધિકારીની ધરપકડ

સેક્સ ચેટ માટે ISIને ગુપ્ત માહિતી આપનાર હવાઈદળના અધિકારીની ધરપકડ

 | 3:49 am IST

નવી દિલ્હી :

દિલ્હી પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને ભારતીય હવાઈદળના ગુપ્ત દસ્તાવેજોની વિગતો આપવાના આરોપસર હવાઈદળના ગ્રૂપ કેપ્ટેન અરૂણ મારવાહની ધરપકડ કરી હતી. ૫૧ વર્ષીય મારવાહ હવાઈદળનાં મુખ્ય મથક ખાતે યુદ્ધ કવાયતોને લગતા ગુપ્ત દસ્તાવેજોના ફોટા તેના સ્માર્ટ ફોન દ્વારા પાડી લેતો હતો અને વોટ્સએપ દ્વારા આઈએસઆઈને મોકલતો હતો. મારવાહની હિલચાલ શંકાસ્પદ જણાયા પછી ૩૧મી જાન્યુઆરીના રોજ તપાસ માટે ભારતીય હવાઈદળ દ્વારા મારવાહની અટકાયત કરાઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આઈએસઆઈએ ફેસબુકના બે એકાઉન્ટ દ્વારા મધ્ય ડિસેમ્બરમાં મારવાહને સુંદર યુવતીઓના સ્વાંગમાં ફસાવ્યો હતો. આઈએસઆઈના જાસૂસો ફેસબુકની આ પ્રોફાઇલ દ્વારા પોતાને સુંદર મોડલ તરીકે રજૂ કરતા હતા. એક સપ્તાહ કે તેથી વધુ સમય સુધી મારવાહ સાથે ગલીપચી કરાવે તેવી સેક્સની વાતચીત કર્યા પછી મારવાહને ભારતીય હવાઈદળની કવાયતો અંગેની માહિતી આપવા માટે મનાવી લેવાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર મારવાહ સેક્સ ચેટિંગના બદલામાં હવાઈદળની ગુપ્ત માહિતી આઈએસઆઈને પહોંચાડતો હતો. આ દસ્તાવેજો હવાઈદળની તાલીમ અને યુદ્ધ કવાયતોની અત્યંત સંવેદનશીલ માહિતી ધરાવતા હતા. મારવાહે હવાઈદળની ગગનશક્તિ યુદ્ધ કવાયતની માહિતી આઈએસઆઈને પહોંચાડી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર મારવાહને પતિયાલા હાઉસ ખાતે દીપક શેરાવતની અદાલતમાં હાજર કરાયા બાદ અદાલતે તેને પાંચ દિવસના પોલીસરિમાન્ડ પર મોકલી આપ્યો હતો. પોલીસ મારવાહના કોઈ અન્ય સાથીદારો પણ આ જાસૂસીકાંડમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે.

;