તમારી સેક્સ લાઇફની ચર્ચા કરતા પહેલા અચૂક જાણી લો આ વાતો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • તમારી સેક્સ લાઇફની ચર્ચા કરતા પહેલા અચૂક જાણી લો આ વાતો

તમારી સેક્સ લાઇફની ચર્ચા કરતા પહેલા અચૂક જાણી લો આ વાતો

 | 7:47 pm IST

સેક્સ લાઇફ એક ખૂબ સામાન્ય વાત છે જેનાથી જોડાયેલી વાત તમારા અને તમારા પાર્ટનરની વચ્ચે જ રહેવી જોઇએ. જોકે તમારો કોઇ નજીકના મિત્ર છે તેની સાથે તમે આ વાતો શેર કરી શકો છો.પરંતુ અનેકવાર વાત વાતમા તમે એવી વાતો કહી દો છો કે જે તમારી ના કહેવી જોઇએ. એટલા માટે અમે તમને કહી રહ્યા છીએ કે અ વાતો જે અંગે તમે તમારા સંબંધને ગુપ્ત રાખીને વાતો શેર કરી શકો છો.

જો કોઇ વાત પરેશાન કરી રહી છે
તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે તમે તમારી સેક્સ લાઇફ અંગે વાત કરવી મજેદાર હોય શકે છે. પરંતુ જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી દરેક વાત કહેવી ન જોઇએ. જો કોઇ વાત તમને પરેશાન કરી રહી છે તો તમે આ અંગે વાત તમારા મિત્ર સાથે સલાહ લઇ શકો છો.

મદદ જોઇતી હોય તો પ્રોફેશનલથી વાત કરો
જો સેક્સ લાઇફમાં કોઇપણ પ્રકારની સમસ્યા બાદ મિત્રથી વાત કરી સારુ અનુભવી રહ્યા છો. પરંતુ સમસ્યાનો ઉકેલ ન મળે તો સમય આવી ગયો છે કે તમે કોઇ પ્રોફેશનલની મદદ લો, આ સમયે તમે તમારી સેક્સ લાઇફ અંગે વાત કરવા માટે શરમ ન અનુભવવી જોઇએ. કોઇ શારિરીક સમસ્યા હોય કે ભાવનાત્મક.. તમારા ડોક્ટર તમારી મદદ ત્યારે જ કરી શકશે, જ્યારે તમે ખુલીને વાત કરશો.

સોશિયલ મીડિયા પર ન કરો વાત
આ દિવસોમાં સોશિયલ મીડિયાનું ક્રેઝ વઘારે છે અને કોઇપણ તેમની દરેક પ્રકારની તસવીરો પોસ્ટ કરતા રહે છે. પરંતુ ખાનગી પળની તસ્વીરો સોશિયલ મીડિયા પર બિલકુલ શેર ન કરો. પાર્ટનરની સાથે બીચ પર ફરી રહ્યા છો કે કપલ મસાજ લઇ રહ્યા છો તો તસવીરો સોશિયલ મીડિયા પર શેર ન કરો. તમારા પાર્ટનર તમારાથી કેટલું પણ સારુ છે આ વાત દુનિયાને જણાવવાની જરૂર નથી.

વર્કપ્લેસ પર ન કરો વાત
વર્કપ્લેસ પર કામ કરી રહેલા તમારા સહયોગી આ વાતમાં રસ લઇ શકે છે કે તમારી ડેટ કેવી રહી . પરંતુ ડેટ બાદ તમે સાથે શુ કર્યું તે કહેવાની જરૂર નથી. સેક્શુઅલ કોન્વરસેશન વર્કપ્લેસ પર બિલકુલ ન થવી જોઇએ. થઇ શકે છે કે તમારી આ વાતોનો ખોટો મતલબ નીકાળી શકે છે જે બાદમાં તમારા માટે મુસીબત બની શકે છે. સાથે જ ઓફિસની અંદર તમારા પાર્ટનર સાથે ફોન પર રોમેન્ટિક વાત કરવી ન જોઇએ.