મિત્ર પત્ની સાથે સેક્સ, મિત્રનું અકસ્માતમાં મૃત્યુ હવે તે લગ્નનું કહે છે - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મિત્ર પત્ની સાથે સેક્સ, મિત્રનું અકસ્માતમાં મૃત્યુ હવે તે લગ્નનું કહે છે

મિત્ર પત્ની સાથે સેક્સ, મિત્રનું અકસ્માતમાં મૃત્યુ હવે તે લગ્નનું કહે છે

 | 3:20 am IST

યૌવનની સમસ્યાઃ સોક્રેટિસ

સોક્રેટિસજી,

‘સંદેશ’ મારું પ્રિય અખબાર છે. એમાં દર બુધવારે આવતી યૌવનની સમસ્યા મારી અતિપ્રિય કોલમ છે. હું હાલ જ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો થતા નોકરીએ લાગ્યો છું. અમારી કંપનીમાં મોટા ભાગનો સ્ટાફ આ કોલમનો ચાહક છે. હું સ્ટાફ ક્વાટર્સમાં રહું છું. હમણાં તો એકલો જ રહું છું. મારા એન્ગેજમેન્ટ થઈ ગયા છે. એટલે લગ્ન બાદ મારી વાઈફને અહીં લઈ આવીશ, એવો મારો પ્લાન હતો, પરંતુ અહીં મારી સાથે જ કામ કરતા એન્જિનિયર મિત્રની પત્ની બહુ સુંદર, મારકણી, સેક્સી છે, અને તેનો સ્વભાવ ખૂબ જ સારો છે. અમે શિફ્ટ મુજબ કામ કરતા હોઈએ છીએ. મારા મિત્રના પરિવારમાં એ અને એની પત્ની જ છે. એક રાતે એની નાઈટ શિફટ હતી. તેની પત્ની રીચાએ ઘરે ટી.વી. બરોબર ચાલતું ન હોવાથી તે જોઈ આપવા બોલાવ્યો. હું ત્યાં ગયો હતો. એણે મારા માટે કોફી બનાવી અને મેં ટી.વી. ઠીક કરી દીધા બાદ અમે વાતોએ વળગ્યા. એણે મારા વિશે, પરિવાર વિશે ઘણી બાબતો પૂછી અને અચાનક એણે મને કહ્યું, તમે મને ખૂબ ગમો છો… આઈ લવ યુ કહી એ શરમાઈ ગઈ. મેં પણ તેને તે ખૂબ બ્યુટીફુલ હોવાનું અને મને ખૂબ ગમતી હોવાનું કહી આઈ લવ યુ ટુ કહ્યું.

પછી હું ઈચ્છા ન હોવા છતાં મારા રૂમમાં જવા ઊભો થયો. એ બોલી, એકલા જ છો તો બેસો ને…! ટી.વી. જુઓ, હું જમવાનું લઈ આવું. આપણે સાથે જમીએ. એકબીજાની સામે જોતા અને સ્મિત આપતાં અમે જમ્યા અને થોડીક ગપશપ પછી હું જવા તૈયાર થયો. ત્યારે એ બોલી… બસ.. જવું છે ? અચાનક મને શી ખબર શું થયું, તું કહે તો રોકાઈ જાઉં ? કહી મેં એને બાથમાં ભીડી લીધી… એણે મને કિસ કરી. અમે ત્યાં જ સોફા પર સેક્સ માણ્યું.

બસ પછી તો અવારનવાર અમે એમ મળતા રહ્યા. થોડા દિવસ બાદ અચાનક એના પતિ મારા મિત્રનું કંપનીના મશીનમાં આવી જતાં મોત નીપજ્યું ! એ ભયંકર ઘટનાથી એ ભાંગી પડી. એના સાસરિયાઓ સાથે એને પહેલેથી જ ફાવતું ન હતું. અને આમ પણ તેઓ એને રાખવા તૈયાર નથી. મને એના પ્રત્યે લાગણી હોવાથી અને અમારા વચ્ચે શારીરિક સંબંધ પણ હોવાથી એણે મને લગ્ન કરવા ઓફર કરી છે. એ કહે છે કે તમારા સિવાય હવે મારું કોઈ નથી..! મારા તો એન્ગેજમેન્ટ થઈ ગયા છે. પરિવારજનોને શું કહું ? બીજી બાજુ તેનેય આમ રઝળતી છોડી શકું એમ નથી. એ એટલી સુંદર છે કે એને તો બીજો કોઈપણ પુરુષ તરત જ મળી જશે, પરંતુ એને મારામાં રસ છે. તમે જ કહો મારે શું કરવું જોઈએ.

રાજેશ,

‘તારી સમસ્યા ખૂબ જ સરળતાથી હલ થઈ શકે એમ છે. એક જ લાઈનમાં જવાબ આપી શકાય કે તારે તારા મિત્ર પત્ની, તારી પ્રેમિકા સાથે લગ્ન કરી લેવા જોઇએ. પરંતુ એ એટલું સરળ નથી. કારણ કે તારા એન્ગેજમેન્ટ થઈ ગયા છે. તારો પરિવાર છે. તારે તારી ફિયાન્સીનો પણ ખ્યાલ કરવો પડે. તું આમ જ ચપટી વગાડતા તારી પ્રેમિકાને પરણી જાય એવું શક્ય નથી. સૌ પ્રથમ તો તારે એ વિચારવંર જરૂરી છે કે તું તેને ખરેખર પ્રેમ કરે છે ? એને પણ તારા પ્રત્યે ખરેખર પ્રેમ છે ? હકીકતમાં જોઈએ તો તમે બંને વાસનાગ્રસ્ત બનીને આકર્ષાયા છો. તું એકલો હોવાથી અને વય પણ યુવાન હોવાથી તેના તરફ શારીરિક રીતે આકર્ષાય એ સ્વાભાવિક છે. તો સામે પક્ષે તારા મિત્રની પત્ની પણ તેનો પતિથી કોઈક કારણસર અસંતુષ્ટ હશે. એ સમય દરમિયાન કોઈનો સંગ ઈચ્છે એ પણ સ્વાભાવિક છે. આ તો આગમાં ઘી નાંખવા જેવું થયું છે. કદાચ એ વધુ પડતી સેક્સી હોય અને એનો પતિ એટલો સેક્સી ન હોય, એને વધુ સેક્સ પસંદ ન હોય ! પરિણામે એ તારા તરફ ઢળી હોય. એણે જોયું હશે કે તું એની પ્રેમજાળમાં આસાનીથી ફસાઈ શકે એમ છે એટલે એને નિશાન બનાવ્યો હોય. આવું ઘણું હોઈ શકે. એક વાત નક્કી છે, તારા અને તારી પ્રેમિકા વચ્ચેના સંબંધમાં વાસના જ કેન્દ્રબિંદુ રહી છે.

જોકે, એનો અર્થ એમાં પ્રેમ સાવ નથી જ એવો પણ નથી. પ્રેમ ન હોત તો તમારો સંબંધ વધુ ચાલ્યો ન હોત અને તેના પતિના મૃત્યુ બાદ તે આગળ ચાલે તોય માત્ર હવસ પૂરતો હોઈ શકે. પરંતુ અહીં તેણે તને લગ્ન માટે ઓફર કરી તારા સિવાય એનું બીજું કોઈ નથી એમ કહ્યું છે. એટલું જ નહીં સામે પક્ષે તુંય તેના વિશે વિચારવા માંડયો છે. બંને એકબીજાને ગમો છો એટલે બીજો કોઈ સવાલ નથી. છતાં તારે સૌપ્રથમ તો તારી ફિયાન્સને આ બાબતે ખૂબ ધીરજપૂર્વક સમજાવવું પડશે કે આ વાત તને લગ્ન પહેલાં એટલા માટે કહી છે કે તેની જિંદગી ન બગડે. લગ્ન પછી એને ખબર પડે તો શું હાલત થાય? એટલે આ થોડો આઘાત સહન કરીનેય સંબંધ તોડી, બીજો નવો સંબંધ બાંધી શકાય. નવું પાત્ર શોધવામાં વાંધો નહીં આવે. ત્યારબાદ પરિવારજનોને સમજાવવા પડશે. તેઓ પ્રથમ તો તારા એન્ગેજમેન્ટ થઈ ગયા હોવાથી સંબંધ તોડવા તૈયાર નહીં થાય.

બીજું એ કે તું જેને પરણવા માગે છે તે તો પરણેલી હતી અને હવે વિધવા છે. કોઈ મા-બાપ આ વાત ન સ્વીકારે એટલે તારે ખૂબ કળથી, નમ્રતાથી કામ લેવું પડશે. તેઓને સૌપ્રથમ તો એ સમજાવવાનું કે તે તારી વાગ્દત્તાને સમજાવી લીધી છે, અને તે સંબંધ તોડવા તૈયાર છે. તેમજ તારી પ્રેમિકા એટલે કે મિત્રની પત્નીને તે મિત્ર તરફની લાગણીને કારણે સ્વીકારવા માગે છે. એની સાથે તારા અનૈતિક સંબંધ હોવાનો જરાય ખ્યાલ આવવા ન દેતો. હા, એ તને ગમે છે અને તેને પરણવામાં કોઈ વાંધો નથી એવું કહેજે. લગ્ન કરીશ તો તેની સાથે જ, એવું મક્કમતાપૂર્વક કહેજે. ન જ માને તો તારે તેઓને તું કોર્ટ મેરેજ કરી નાખીશ એવી ચીમકી આપજે અને છતાં ન માને તો ખરેખર એમ જ કરજે. આ જ ખરો માર્ગ છે. તું તારી મિત્ર પત્ની-પ્રેમિકાને પરણીને સુખી થઈશ જ !

[email protected]