Sex Relationship Do you have such a question about the size of the condom?
  • Home
  • Featured
  • કોન્ડોમની સાઇઝને લઇને તમને પણ થાય છે કંઇક આવા સવાલ?

કોન્ડોમની સાઇઝને લઇને તમને પણ થાય છે કંઇક આવા સવાલ?

 | 5:01 pm IST

કોઇપણ પ્રકારના ઇન્ફેક્શન અને અણગમતા ગર્ભની સાથે જ સારા સેક્શુઅલ સ્વાસ્થ્ય માટે પણ સેક્સ દરમ્યાન કોન્ડમનો ઉપયોગ ખૂબ જરૂરી છે. પરંતુ જો તમે સારુ કોન્ડોમ અને યોગ્ય સાઇજનું કોન્ડોમ ઉપયોગ નથી કરી રહ્યા તો તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે મોટી સાઇઝનું કોન્ડોમ ઉપયોગ કરી રહ્યા છો તો તે બહાર નીકળી જશે અને નાની સાઇઝનું કોન્ડોમ ઇન્ટરકોર્સ દરમ્યાન ફાટી જશે. એવામાં કોન્ડોમની સાથે સેક્સ કેવી રીતે એન્જોય કરી શકાય તે અંગે અમે જણાવીશું.

આ પણ વાંચો : આ ફાયદા જાણીને તમે પણ સેક્સ માટે થઇ જશો તૈયાર

સેક્સ દરમ્યાન કોઇપણ પ્રકારની ગર્ભનિરોધકનો ઉપયોગ જરૂરી છે અને કોન્ડોમ દેશભરમાં ઉપયોગ થતું કોન્ટ્રેપ્શનનું સૌથી પ્રખ્યાત, સસ્તુ એને સુવિધાજનક રીત છે. પરંતુ આ જાણવું ખૂબ જરૂરી છે કે જો તમે ખોટી સાઇઝનું કોન્ડોમનો ઉપયોગ કરો છો તો તેનાથી ન ફક્ત તમને અસુવિધા અનુભવ થશે પરંતુ અણગમતા ગર્ભ અને STD ઇન્ફેક્શનનો ખતરો પણ થઇ શકે છે. જેથી યોગ્યા સાઇઝ પસંદ કરવી જરૂરી છે.

આ પણ વાંચો : ફર્સ્ટ નાઇટથી પહેલા પુરૂષોએ ખાસ જાણવી જોઇએ આ વાતો

કપડા અને જૂતાના ફિટંગની જેમ ગર્ભનિરોધકના ઉપયોગ દરમ્યાન પણ સાઇઝ મહત્વ રાખે છે. બજારમાં વેચાચા કોન્ડોમ્સ સામાન્ય રીતે સ્મોલ, મીડિયમ, લોન્ગ અને સ્લિમ ટાઇપના હોય છે. આ ધ્યાન આપવા જેવી વાત છે કે એક જ સાઇઝ દરેક કોન્ડોમ લોકોને ફીટ ન થાય. મીડિયમ સાઇઝનું એક કોન્ડોમ અલગ-અલગ લોકો માટે જુદા-જુદા હોય છે. છતા પણ જો તમને સાઇઝને લઇને ખાતરી નથી તો અલગ-અલગ સાઇઝના કોન્ડોમ ટ્રાય કરો અને જે યોગ્ય લાગે તેનો ઉપયોગ કરો.

આ પણ વાંચો : સેક્સ કરતા સમયે ભૂલથી પણ ટ્રાય ન કરો આ ટિપ્સ, નહીંતર…

યોગ્ય સાઇઝનું કોન્ડોમ પસંદ કરતા પહેલા તમારા ઓર્ગનની સાઇઝની માપી લો. ડોક્ટર્સ અને એક્ષપર્ટની માનીએ તો તમે નોર્મલ મેજરિંગ ટેપનો ઉપયોગ કરી તમારા પ્રાઇવેટ પાર્ટની લંબાઇ અને પહોળાઇ માપી શકો છો. સાથે જ કોન્ડોમ ઉપયોગ કરતા સમયે આ વાતનું ધ્યાન રાખો કે જે તમારા ઓર્ગનથી યોગ્ય રીતે ચીપકી જશે અને બહાર નીકળતા ફાટી ન જાય.