સગીર બાળકી સાથે સેક્સ, ત્રણ ભારતીયોને જેલ - Sandesh
  • Home
  • Nri
  • સગીર બાળકી સાથે સેક્સ, ત્રણ ભારતીયોને જેલ

સગીર બાળકી સાથે સેક્સ, ત્રણ ભારતીયોને જેલ

 | 6:02 pm IST

સિંગાપુરમાં એક સગીર બાળકી સાથે સંમતિ સાથે સેક્સની મોજ માણવા બદલ ત્રણ ભારતીયોને જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઘટના 2016ની છે, ત્યારે બાળકીની વય માત્ર 13 વર્ષની હતી.

મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર 25 વર્ષના ગિલ ગુરજંતસિંહ અને 29 વર્ષના સુરજીતસિંહને આ અપરાધ માટે 15-15 મહિનાની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 33 વર્ષના જુગરાજસિંહને અભદ્ર વર્તન બદલ આઠ મહિનાની જેલની સજા કરાઈ છે.

સિંગાપુરમાં 14 વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે સંમતિ સાથે સેક્સ માટે દોષિતને 20 વર્ષ સુધીની જેલ અને દંડ અથવા કોરડા મારવાની સજા થઈ શકે છે. ત્રણેય ભારતીય શ્રમિકો છે. ડેપ્યુટી પબ્લિક પ્રોસિક્યુટર જેસિન્થા વિજયારત્નમે જણાવ્યું હતું કે ત્રણેય ભારતીયો લિટલ ઈન્ડિયામાં મે 2016માં આ છોકરીને મળ્યા હતાં. છોકરી પણ તેની સખીઓ સાથે ત્યાં આવી હતી.
છોકરીની માએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે કેસ નોંધ્યો હતો.