રાજકોટ : ભાડાના મકાનમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, ચાર લલનાને બનાવાઈ સાક્ષી - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટ : ભાડાના મકાનમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, ચાર લલનાને બનાવાઈ સાક્ષી

રાજકોટ : ભાડાના મકાનમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, ચાર લલનાને બનાવાઈ સાક્ષી

 | 12:53 pm IST

રાજકોટ શહેરના કાલાવાડરોડ પર પકડાયેલા સેકસ રેકેટ બાદ વધુ એક પોશ વિસ્તાર ગણાતા વિરાણી ચોક નજીક લક્ષ્મીનગર નાળા તરફ જતી રેવન્યુ સોસાયટીમાં વણિક દંપતી દ્વારા ભાગીદારીમાં ચલાવાતા સેક્સ સ્કેન્ડલ પર એ ડિવીઝન પોલીસે દરોડો પાડી દંપતી, ભાગીદાર તેમજ જમા માણવા આવેલા બે શોખીનોની ધરપકડ કરી હતી. હાજર ચાર લલનાઓ રાબેતા મુજબ સાક્ષી બનાવાઈ છે.

વિગતો મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ પરના અયોધ્યા ચોક પાસે રહેતા અને એક સપ્તાહ પહેલાં જ રેવન્યુ સોસાયટીમાં રમણીકભાઈ ડાયાભાઈ પટેલનું મકાન ભાડે રાખનાર સંદિપ મહાસુખભાઈ કામદાર, પત્ની ભુમીએ સાધુવાસવાણી રોડ પર ત્રિલોકપાર્ક ક્વાર્ટરમાં રહેતાં પ્રકાશ ઉર્ફે જોની જયંતીભાઈ જીવરાજાની ઉ.વ.૩૫ સાથે મળીને ભાગીદારીમાં કુટણખાનું ચાલ્યું કર્યાની બાતમીના આધારે પી.આઈ.વી.એન.યાદવ, રાઈટર વિજયસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

ડમી ગ્રાહક મોકલીને પોલીસે દરોડો પાડતાં ઘરમાંથી કામદાર દંપતી, ઉપરાંત પ્રકાશ અને શૈયાસુખ માણવા આવેલા ગાંધીગ્રામની રાજરાજેશ્વરી સોસાયટી-૫માં રહેતાં અરવિંદ મુળજીભાઈ કોટક તથા હસનવાડી મેઈનરોડ પરનજા હરેશ ભીમજીભાઈ વાડેલીયાની ધરપકડ કરી હતી. મકાનમાંથી પોલીસને ચાર લલનાઓ પણ હાથ લાગી હતી. આરોપી દંપતી અને પ્રકાશ મજા માણવા આવતા શોખીનો પાસેથી ૧૦૦૦ રૂપિયા વસુલતા હતા અને લલનાને ૫૦૦ રૂપિયા ચુકવતા હતા.

અન્ય બે દરોડામાં ચુનારાવાડ શિવાજીનગર-૧૨ના ખુણે તથા લાખાજીરાજક ઉદ્યોગનગર ૭/૮ના ખુણે મકાનમાં ચાલતા કુટણખાના પર થોરાળા પોલીસે દરોડો પાડી માયા રમેશ પઢીયાર સલાટ, રમેશ દેવજી સલાટ ઉ.વ.૪૫ તથા કાજલ રમેશ સલાટ ઉ.વ.૪૦ની ધરપકડ કરી હતી. ત્રણેય બહારથી છોકરીઓને બોલાવી વેશ્યાવૃતિ કરાવતા હોય પકડી પાડયા હતા.