સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા: 15 ખેલાડીઓનું કોચે જાતીય શોષણ કરતા ખળભળાટ - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા: 15 ખેલાડીઓનું કોચે જાતીય શોષણ કરતા ખળભળાટ

સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા: 15 ખેલાડીઓનું કોચે જાતીય શોષણ કરતા ખળભળાટ

 | 3:49 pm IST

સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ તમિલનાડુનાં પોતાના કેન્દ્રનાં એક કોચને હટાવી દીધો છે જેને શિબિરમાં ભાગ લેનારા યુવા ખેલાડીઓનાં જાતીય શોષણમાં દોષી ઠેરવાયો છે. જાતિય શોષણની આ ઘટનાને લઇને સાઇ પોતાના ટ્રેનિંગ કેન્દ્રોમાં હેલ્પલાઇન નંબર પણ શરૂ કરશે. જો કે આ કોચનું નામ જાહેર કરવામાં નથી આવ્યુ.

માનવામાં આવે છે કે આ કોચ તમિલનાડુનાં એક સાઇ કેન્દ્રમાં રાજ્ય સ્તરનાં એથલેટિક્સ ખેલાડિયોને શિબિરથી જોડાયેલો હતો. આંતરિક તપાસમાં કોચ દોષી સાબિત થતા તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. સાઇનાં મહા નિર્દેશક નીલમ કપૂરે કહ્યું કે, “હા, આ સત્ય છે કે કોચને હટાવી દેવામાં આવ્યા છે. અમે સાઇમાં મહિલાઓ અને બાળકો માટે રમતનાં પ્રશિક્ષણ માટે સારો અને સુરક્ષિત માહોલ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

ઉલ્લેખનીય છે કે અંદાજે 15 જૂનિયર એથલિટ્સે સાઇ મુખ્યાલયમાં જાતીય શોષણની ફરિયાદ કરી હતી. તો બેંગલોરૂમાં સાઇ કેન્દ્રમાં એક એકાઉન્ટંટને મહિલા કોચને અભદ્ર મેસેજ કરવાને કારણે છૂટો કરવામાં આવ્યો છે.