shabana azmi birthday interesting facts about the award winning actress
  • Home
  • Photo Gallery
  • PHOTOS: શશિ કપૂર હતો ક્રશ તો શેખર કપૂરને કર્યો પ્રેમ, અને છેલ્લે જાવેદ અખ્તર સાથે પરણી ગઈ

PHOTOS: શશિ કપૂર હતો ક્રશ તો શેખર કપૂરને કર્યો પ્રેમ, અને છેલ્લે જાવેદ અખ્તર સાથે પરણી ગઈ

 | 3:58 pm IST

હીરોઈન શબાના આજમી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી ટેલેન્ટેડ હીરોઈનમાંની એક છે. લગભગ 40 વર્ષના લાંબા કરિયરમાં તેણે અલગ અલગ પ્રકારના રોલ કરીને એક્ટિંગથી લોકોના દિલોમાં રાજ કરનારી આ અભિનેત્રીનો આજે 69મો જન્મ દિવસ છે. આ દિવસે જુઓ તેના કેટલાક ફોટો અને જાણો અજાણી વાતો…

શબાના આજબીએ પોતાની પહેલી ફિલ્મ અંકુર માટે જ નેશનલ એવોર્ડ જીત્યો હતો. ખુબ ઓછા લોકો જાણતા હશે કે શબાના આજબીને એક્ટિંગ કરવાની પ્રેરણા જયા બચ્ચન પાસેથી મળી હતી. શબાનાનો ક્રશ શશિ કપૂર હતો. શશિના પિતા અને એક્ટર પૃથ્વીરાજ કપૂર એમના પાડોશી હતા. જ્યારે પણ શશિ પોતાના પિતાને મળવા જતો હતો ત્યારે તેનો ફોટો પર ઓટોગ્રાફ માંગતી હતી. ત્યારબાદ 1976માં બંન્નેએ ફિલ્મ ફકીરામાં સાથે કામ કર્યું.

જ્યારે દેવ આનંદની ફિલ્મ ઈશ્ક ઈશ્ક ઈશ્ક બની રહી હતી ત્યારે શબાનાને શેખર કપૂરને મળવાનો મોકો મળ્યો અને એકબીજાને પ્રેમ પણ થઈ ગયો. જો કે વધારે ન ચાલ્યુ અને અલગ થઈ ગયા. જાવેદ અખ્તરના જોરદાર મગજે શબાનાને તેની તરફ આકર્ષી લીધી. જો કે ત્યારે જાવેદના હની ઈરાની સાથે લગ્ન થઈ ગયા હતા. હનીને તલાક આપીને જાવેદે શબાના સાથે 9 ડિસેમ્બર 1984માં લગ્ન કરી લીધા. 1988માં શબાનાને ભારત સરકારે દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ શ્રી એવોર્ડ આપીને નવાજી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન