Shabana Azmi discharged from hospital fans again troll
  • Home
  • Entertainment
  • Bollywood
  • સાજી થયેલી શબાનાને લોકોએ ફરી લતાડી નાખી, કહ્યું- અફસોસ! ભારત માતાને હજુ પાપીઓ…

સાજી થયેલી શબાનાને લોકોએ ફરી લતાડી નાખી, કહ્યું- અફસોસ! ભારત માતાને હજુ પાપીઓ…

 | 12:36 pm IST

ગીતકાર જાવેદ અખ્તરની પત્ની અને અભિનેત્રી શબાના આઝમીનું 18 જાન્યુઆરી પુણે-મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો હતો. તેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારે અભિનેત્રી શબાના આઝમીના પતિ જાવેદ અખ્તર બીજી કારમાં હોવાથી તેને કંઈ થયું નથી. ત્યારબાદ શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. હવે શબાના ઘરે પરત ફરી ગઈ છે અને ફોટો અપલોડ કર્યો છે. તેમ છતાં ટ્રોલરોએ એને બક્ષી નથી અને વાહિયાત કોમેન્ટ કરી છે.

શબાનાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ અંગે તેમણે ખુદ માહિતી આપી છે. શબાનાએ ટ્વીટ કરીને લખ્યું કે, એ દરેક લોકોનો આભાર કે, જેમણે મારા સ્વાસ્થ્યની સુધારણા માટે પ્રાર્થના કરી હતી. હવે હું પાછી આવી છું. આ સિવાય શબાનાએ સારી સંભાળ માટે ટીના અંબાણી અને કોકિલાબેન અંબાણી હોસ્પિટલનો આભાર માન્યો.

તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે તેમની તબિયત હવે સારી છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના સત્તાવાર ટ્વીટર પર તેના સ્વાસ્થ્ય માટે ટ્વીટ કરી હતી. રાયગઢ પોલીસ અધિક્ષક, અનિલ પરાસ્કરના જણાવ્યા અનુસાર, આ ઘટના મુંબઈથી 60 કિલોમીટરના અંતરે ખાલાપુર નજીક બની હતી. પરંતુ હવે જોવાનું એ છે કે, શબાનાના આ ટ્વીટ પછી પણ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, હા હવે સાજા થઈ ગયા તો શાહીન બાગ જાઓ, બિરયાની તમારી રાહ જોઈ રહી છે તો બીજાએ લખ્યું કે, ભારત માતાને અફસોસ કે, હજુ પાપીઓ જેલવા પડશે.

આ વીડિયો પણ જુઓ: સુરતના વેસુમાં બંદૂકની અણીએ લૂંટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન