shabana azmi health updates latest admitted in ambani hospital
  • Home
  • Entertainment
  • Bollywood
  • અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ શબાનાની તપાસ બાદ ડોક્ટરે આપી પુરી જાણકારી, જાણો શું કહ્યું?

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ શબાનાની તપાસ બાદ ડોક્ટરે આપી પુરી જાણકારી, જાણો શું કહ્યું?

 | 11:37 am IST

મુંબઈ પુણે એક્સપ્રેસ-વે પર શનિવારે થયેલા કાર અકસ્માતમાં અભિનેત્રી શબાના આઝમી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. દુર્ઘટના ઘટી એ બાદ નવી મુંબઈના કમોઠેમાં આવેલી મહાત્મા ગાંધી મિશન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર કરાવી અંધેરીના કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ દવાખાનાના ડાયરેક્ટર અને સીઈઓએ જણાવ્યું કે, શબાનાની તબિયતમાં ઘણો સુધારો છે અને હાલમાં તે ડોક્ટરની તપાસ હેઠળ છે. હવે તેની હાલત સ્થિર છે. આ પહેલા શબાનાની તપાસ કરવામાં આવી ચૂકી છે. તેનું એક્સ રે, સીટી સ્કેન, અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. શબાનાને માથામાં, ડોકમાં અને આંખ પર ઈજા પહોંચી છે. ડોક્ટરે જણાવ્યું કે, તે હવે હોશમાં છે અને વાતો પણ કરે છે.

ઉલ્લેખનીય છે કે, શનિવાકે સાંજે લગભગ 4.15 વાગ્યે શબાનાનું અકસ્માત થયું હતું. કાર એક ટ્રક સાથે અથડાતાં શબાના ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તો આ કેસમાં ટ્રકના ડ્રાઈવરે શબાનાની કારના ડ્રાઈવર પર ગંભીર આરોપો નાંખ્યા છે. તેનું કહેવું છે કે, શબાનાનો ડ્રાઈવર કારને ફુલ સ્પીડમાં ચલાવતો હતો. તેણે ટ્રકને જોરથી ટક્કર મારી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શબાનાની સારી સ્થિતિ માટે કામના કરી છે.

આ વીડિયો પણ જુઓ: CM રૂપાણી દિલ્હીની ચૂંટણીમાં કરશે પ્રચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન