Shabana Azmi Trolled by Users on Social Media after PM Modi Won
  • Home
  • Entertainment
  • Bollywood
  • નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા આપવા જતા આ દિગ્ગજ અભિનેત્રી થઈ ટ્રોલ

નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા આપવા જતા આ દિગ્ગજ અભિનેત્રી થઈ ટ્રોલ

 | 6:05 pm IST

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાંથી એક શબાના આઝમી પોતાના વિચારોના કારણે ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે. ગઈકાલે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે દેશની જનતાએ એકવાર ફરી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે. પીએમ મોદીને જીત માટે દેશ વિદેશથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે બોલિવૂડની પણ કેટલીક હસ્તીઓને પીએમ મોદીને શુભકામનાઓ આપી છે. જેમાં એક્ટ્રેસ અને જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમી પણ સામેલ છે. જોકે સોશિયલ મીડિયા પર મોદીને જીતની શુભેચ્છા આપવા બદલ શબાના ટ્રોલ થઈ છે.

થોડા સમય પહેલા ચૂંટણી મહોલ દરમિયાન શબાના બેગુસરાયથી સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમાર માટે પ્રચાર કરવા પણ ગઈ હતી. પરંતુ ગુરુવારે ચૂંટણી પરિણામમાં નરેન્દ્ર મોદીની સત્તામાં વાપસી થતા શબાનાએ પીએમ મોદીને શુભેચ્છા આપી. આ વાત માટે ટ્રોલર્સે શબાના પર નિશાન સાધ્યો. તમને જણાવી દઈએ કે શબાના આઝમીએ ટ્વીટ કરતા પીએમ મોદીને શુભેચ્છા આપી અને જનતા દ્વારા આપવામાં આવેલ પ્રચંડ બહુમતના વખાણ કરતા બીજેપી અને એનડીએને પણ શુભકામના આપી.

શબાના આઝમીના આ ટ્વીટ બાદ યૂઝર્સે તેને ખૂબ ટ્રોલ કરી અને પૂછવા લાગ્યા કે પાકિસ્તાન ક્યારે જઈ રહી છો? શબાના આઝમી સાથે તેમના પતિને પણ યૂઝર્સે ટ્રોલ કર્યા. રિપોર્ટ મુજબ થોડા દિવસ પહેલા શબાના આઝમીએ કહ્યું હતું કે જો પીએમ મોદી ફરી જીતશે તો તેઓ ભારત છોડી દેશે. જોકે વિવાદ વધતા શબાનાએ આ વાતને ખોટી અને અફવા ગણાવી હતી. શબાના આઝમીએ ટ્વીટ કરી કહ્યું કે તેઓ ભારતમાં જન્મી છે અને છેલ્લી શ્વાસ પણ ભારતમાં જ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન