Shabana Azmi Tweet about Controversy Regarding Country Statement
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું નરેન્દ્ર મોદી ફરીથી PM બનશે તો દેશ છોડી દેશે શબાના આઝમી?

શું નરેન્દ્ર મોદી ફરીથી PM બનશે તો દેશ છોડી દેશે શબાના આઝમી?

 | 7:48 pm IST

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી તેમના બેબાક અંદાજ માટે જાણીતી છે. રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર શબાના આઝમી ખુલીને પોતાના વિચાર રજૂ કરે છે. તાજેતરમાં શબાના આઝમીએ બિહારના બેગૂસરાયથી સીપીઆઈ ઉમેદવાર કન્હૈયા કુમાર માટે પ્રચાર પણ કર્યો હતો. શબાના આઝમી મોદી સરકારની નીતિઓની જોરદાર ટીકા કરવા માટે પણ જાણાતી છે.

થોડા દિવસ પહેલા શબાના આઝમીને લઈ એક સમાચાર વહેતા થયા હતા કે જો નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો તેઓ દેશ છોડીને ચાલ્યા જશે. જોકે હવે આ વિશે શબાના આઝમીની પ્રતિક્રિયા સામે આવી છે. આ સંબંધમાં શબાના આઝમી એક ટ્વિટ કરી છે. જેમાં તેમને લખ્યું છે કે,‘નરેન્દ્ર મોદીના ફરીથી વડાપ્રધાન બનવા પર દેશ છોડવાની વાત એક અફવા અને ખોટા સમાચાર છે. મે એવું ક્યારે નથી કહ્યું અને આ દેશ છોડવાનો મારો કોઈ ઇરાદો નથી.’

વધુ ઉમેરતા શબાનાએ લખ્યું કે,‘આ દેશમાં મારો જન્મ થયો છે અને મારી મૃત્યુ પણ અહીં જ થશે.’ શબાનાએ કહ્યું કે તેમના પિતા કૈફી આઝમીએ તેમને એક વાત શીખડાવી છે કે તમારા વિરોધીઓથી ક્યારે પણ શત્રુઓની જેમ વ્યવહાર ન કરો. શબાના આઝમીના આ ટ્વિટ પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયા આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન