NIFTY 10,265.65 +98.95  |  SENSEX 33,250.30 +301.09  |  USD 64.4450 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • EVM પર સવાલ કરનારી ઉમેદવાર શબાનાની ખુલી પોલ, મળ્યા હતા આટલા વોટ

EVM પર સવાલ કરનારી ઉમેદવાર શબાનાની ખુલી પોલ, મળ્યા હતા આટલા વોટ

 | 4:32 pm IST

ઉત્તર પ્રદેશ નગરનિગમની ચૂંટણીનાં પરિણામ બાદ EVM પર સવાલ કરનારી શબાનાની વાસ્તવિકતા છતી થઈ ગઈ છે. સહારનપુરની ઉમેદવાર શબાનાએ આક્ષેપ કર્યો હતો કે, તેને એક પણ મત મળ્યો નથી.

પ્રશ્ન એ થયો હતો કે, જો એક પણ મત ન મળ્યો હોય તો આખરે થયું શું? તેમના પરિવારજનોના મત ક્યાં ગયા? સોશિયલ મીડિયા પર EVMને લઈને થયેલા સવાલ વાઇરલ થતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમને સમર્થન આપ્યું હતું. કેજરીવાલે પણ ટ્વિટ કરીને આ મામલે પોતાની સક્રિયતા દેખાડી હતી.

વાસ્તવિકતા એ છે કે, શબાના ખોટું બોલી રહી હતી. સહારનપુર જિલ્લાના વોર્ડ ન. 54 પરથી ચૂંટણી લડનાર શબાનાને ઝીરો વોટ નહીં પરંતુ 87 મત મળ્યા છે. ઉત્તર પ્રદેશ ચૂંટણી પંચની વેબસાઇટ પર આ માહિતી મૂકવામાં આવી છે. કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં શબાનાએ EVM પર સવાલ કરતાં કહ્યું હતું કે, એવું કેવી રીતે બને કે મારો વોટ મને જ ન મળે? મારો અને મારા પરિવારના મત તો મને મળવા જોઈએને.

આ પહેલાં પણ અનેક વખત EVM પર સવાલ થયા હતા, જ્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે EVM હેક થયાં હોવાની વાતથી સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું હતું. હકીકતે શબાનાને બૂથ નં. 387 અને 388 પરથી કોઈ વોટ મળ્યા નથી, જેને કારણે તેણે EVMની વિશ્વસનીયતા પર પ્રશ્નો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, EVMમાં કોઈ ટેક્નિકલ ખામી થઈ છે.