Shabnam's death penalty averted once again, lawyer Filed a mercy petition
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પરિવારના 7 સભ્યોની ઘાતકી હત્યા કરનારી શબનમની ફાંસી ફરી એકવાર ટળી, જાણો કારણ

પરિવારના 7 સભ્યોની ઘાતકી હત્યા કરનારી શબનમની ફાંસી ફરી એકવાર ટળી, જાણો કારણ

 | 5:25 pm IST
  • Share

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અમરોહા (Amroha)માં બાવનખેડી હત્યાકાંડની દોષી શબનમ (Shabnam)ની ફાંસી એકવાર ફરી ટળી ગઈ છે. અમરોહામાં જનપદ કૉર્ટે ફરિયાદી પાસે શબનમ વિશે વિગતો માંગી હતી, પરંતુ શબનમના વકીલ તરફથી રાજ્યપાલ (Governor)ને દયા અરજી દાખલ કરી દેવામાં આવી. ફરીથી દયા અરજી દાખલ થવાના કારણે ફાંસીની તારીખ ટળી ગઈ.

કોઈ અરજી પેન્ડિંગ નહીં હોય તો ફાંસીની તારીખ જાહેર કરાશે

ઉલ્લેખનીય છે કે શબનમની ફાંસીને લઇને મંગળવારના જિલ્લા જજની અદાલતમાં સુનાવણી થઈ. પહેલા જ માનવામાં આવી રહ્યું હતુ કે, જિલ્લા જજની અદાલતમાં શબનમનો રિપોર્ટ સોંપવામાં આવશે અને જો આ રિપોર્ટમાં કોઈ અરજી પેન્ડિંગ ના જોવા મળી તો શબનમની ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી શકે છે. જો કે શબનમના વકીલે કેટલાક દિવસ પહેલા જ ફરીથી દયા અરજી માટે રાજ્યપાલ પાસે અપીલ કરતા જિલ્લા જેલ રામપુર વહીવટીતંત્રને પ્રાર્થનાપત્ર સોંપ્યું હતુ.

પરિવારના જ 7 લોકોની કુહાડીથી કાપીને હત્યા

આજે સુનાવણીમાં આનો જ ઉલ્લેખ આવ્યો, જેના કારણે ફાંસી ટળી ગઈ. ઉલ્લેખનીય છે કે 14/15 એપ્રિલ 2008ની મધ્ય રાત્રીએ શબનમે પોતાના પ્રેમી સલીમની સાથે મળીને પોતાના જ પરિવારના 7 લોકોની કુહાડીથી કાપીને હત્યા કરી દીધી હતી. આ મામલે નીચેની અદાલતથી લઇને સુપ્રીમ કૉર્ટ સુધીએ બંનેની ફાંસીની સજા યથાવત રાખી હતી. ડિસેમ્બર 2020માં સુપ્રીમ કૉર્ટે તેની પુન:વિચાર અરજી પણ ફગાવી દીધી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પણ શબનમની દયા અરજીને ફગાવી દીધી.

શબનમે CBI તપાસની માંગ કરી

જો કે નૈની જેલમાં બંધ સલીમની દયા અરજી પર હજુ નિર્ણય થવાનો છે. ગત અઠવાડિયે પોતાના 12 વર્ષના દીકરા સાથે મળીને શબનમ ચોધાર આંસુએ રડી પડી અને ખુદને નિર્દોષ ગણાવતા CBI તપાસની માંગ કરી દીધી. શબનમના દીકરા તાજને ઉછેરી રહેલા ઉસ્માની સૈફીએ જણાવ્યું કે, રામપુર જેલમાં જ્યારે તેણે શબનમને પૂછ્યું કે શું તેણે આ ગુનો કર્યો છે તો તેણે ઇનકાર કર્યો અને CBI તપાસની વાત કહી. શબનમે તેના દીકરા તાજને કહ્યું કે, તે તેના પડછાયાથી પણ દૂર રહે અને ભણી-ગણીને સારો વ્યક્તિ બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન