શગુન બિલ્ડસ્કેવરનાં ચેરમેન અને એમડીનાં રિમાન્ડ મંજૂર, 250 કરોડનું ફેરવ્યુ હતું ફુલેકુ - Sandesh
  • Home
  • Gujarat
  • શગુન બિલ્ડસ્કેવરનાં ચેરમેન અને એમડીનાં રિમાન્ડ મંજૂર, 250 કરોડનું ફેરવ્યુ હતું ફુલેકુ

શગુન બિલ્ડસ્કેવરનાં ચેરમેન અને એમડીનાં રિમાન્ડ મંજૂર, 250 કરોડનું ફેરવ્યુ હતું ફુલેકુ

 | 8:30 pm IST

30 માસમાં નાણાં ડબલ કરી આપવાની લોભામણી જાહેરાતો આપીને હજારો રોકાણકારોનો આશરે 250 કરોડથી વધુનું ફુલેકુ ફેરવનાર શગુન બિલ્ડસ્કેવરનાં ચેરમેન ગીતા શાહ અને એમડી મનીષ શાહને ગ્રામ્ય કોર્ટનાં પ્રિન્સિપાલ જજ ડો.એ.સી.જોષીએ 3 દિવસનાં પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. શગુન બિલ્ડસ્કેવર અને તેની પેટા કંપનીમાં 2200 લોકો ભોગ બન્યા હતા પણ પોલીસ સમક્ષ માત્ર 251 જણાએ નિવેદનો નોંધાવ્યા છે. જેમાં 72 કરોડથી વધુની મત્તા રોકાણકારોને પરત મળી શકી નથી.

સીઆઈડી ક્રાઈમે ઘોડાસરમાં દરોડા પાડીને શગુન એગ્રીસ્પેશનાં 11345 અને શગુન બિલ્ડ સ્કેવરનાં 11585 ફોર્મ સહિતનાં દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તમામ મુદ્દે બન્ને આરોપીઓની પુછપરછ કરવામાં આવશે. સીઆઈડી ક્રાઈમનાં ડીવાયએસપી એ.એ.સૈયદે શગુન બિલ્ડસ્કેવર અને શગુન એગ્રિસ્પેશનાં ચેરમેન ગીતા મનીષ શાહ અને એમડી મનીષ સત્યનારાયણ શાહને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરતા જણાવ્યુ હતુ કે, રાજસ્થાનનાં ભીલવાડા અને ગુજરાતમાં સાબરકાઠા તથા અમદાવાદ જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ ઓફિસો ખોલીને 30 માસમાં મૂડી ડબલ કરવાની લોભામણી લાલચો આપીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યુ હતુ. જેની તપાસ કરવા માટે બન્ને આરોપીઓની હાજરી જરૂરી છે.

શગુન બિલ્ડસ્કેવર અને શગુન એગ્રિસ્પેશનમાં એજન્ટો અને કર્મટારીઓની પ્રથા કેવી પ્રકારની હતી તેની તપાસ કરવાની છે. આરોપીઓએ બન્ને કંપનીના ઓડિટ રિપોર્ટ, બેલેન્સ સીટો તેમજ હિસાબના ચોપડાઓ કયા છુપાવ્યા છે તેની તપાસ કરવાની છે. બન્ને કંપનીનો તમામ ડેટા આરોપીઓ ક્યા છુપાયા છે તેની માહીતી આરોપીઓ પાસેથી મેળવવાની છે.
શગુન બિલ્ડસ્કેવર અને શગુન અગ્રિસ્પેશના બેંકનાં ખાતાના સ્ટેટમેન્ટોનાં આધારે મનીષ અને ગીતાની પુછપરછ હાથ ધરી છે. જેમાં રોકારણકારો પાસેથી ઉઘરાવેલા નાણાંમાંથી જમીનો અને શેરબજારમાં રોકાણ કર્યુ હોવાનું બહાર આવ્યુ છે. ઉપરાંત બન્ને કંપનીઓની ઓફિસ અને રહેઠાણમાં દરોડા પાડીને કોમ્પ્યુટરો,જમીનોના દસ્તાવેજો,રોકડ, પેન ડ્રાઈવ,ગ્રાહકો પાસેથી લીધેલા નાણાંની રસીદો,એજન્ટોનું લીસ્ટ, સંખ્યાબંધ ફાઈલો સહિતની બાબતે બન્ને આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં શગુન બિલ્ડ સ્કેવર અને શગુન એગ્રિસ્પેશમાં ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, સિંગાપોર, દુબઈ, લંડન, અમેરિકા, યુરોપના દેશોમાં ફરીને રોકાણ કર્યુ હોવાનુ બહાર આવ્યુ છે.